સાબુદાણાના લાડુ
સામગ્રી:
સાબુદાણા, 1 કપ
બુરૂ ખાંડ,1/2 કપ
શુદ્ધ ઘી,1/4
ઈલાયચી પાવડર, 1/2 ટીસ્પૂન
કાજુ-બદામ-દ્રાક્ષ, 1/4 કપ
રીત:
* સાબુદાણાને સહેજ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકો. તેને એકબાજુ પર ઠંડા થવા મૂકો.
* ઠંડા થાય એટલે તેનો ગ્રાઈન્ડરમાં ઝીણો પાવડર કરો.
* આ પાવડરને ચાળણીથી ચાળી લો.
* ઘીને ખૂબ ફીણો. એકદમ હલકું લાગશે.
* તેમાં ખાંડ ઉમેરી ફરીથી દસ મિનિટ સુધી ફીણો.
* તેમાં ઈલાયચીનો પાવડર, ડ્રાયફ્રૂટ અને સાબુદાણાનો પાવડર નાખી દો.
* બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.
* આ મિશ્રણમાંથી લીંબુ જેટલી સાઈઝના લાડુ વાળો. તેમાં સહેજ પણ તિરાડ ના પડે અને સ્મૂધ થાય તે રીતે લાડુ વાળો.

