મકાઈ પાલક
સામગ્રી:4 કપ બાફેલી મકાઈ
1/2 કિલો પાલક
3 ટેબલસ્પૂન પાલક
10 નંગ કિસમિસ
1/2 બાફેલા ચણા
1 મોટી ડુંગળી સમારેલી
1 નાનો ટુકડો આદુનો ઝીણો સમારેલો
2-3 લીલા મરચાં ઝીણા સમારેલા
2 ટીસ્પૂન ધાણા પાવડર
1 ચપટી હીંગ
2 ટેબલસ્પૂન માવો
સ્વાદ અનુસાર મીઠું
રીત:
- પાલકને બાફીને મિક્સરમાં પીસી લો.
- ચણાની દાળ, આદુ, ડુંગળી, લીલા મરચા, ધાણા પાવડર અને હીંગને પીસીને પેસ્ટ બનાવો.
- એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આ પેસ્ટને સાંતળી લો.
- લાલ થઈ જાય પછી તેમાં પાલકની પેસ્ટ અને બાફેલી મકાઈના દાણા ઉમેરો.
- મીઠું ભેળવીને 3 મિનીટ સુધી પકાવો.
- પીરસતા પહેલા દહીં અને કિસમિસથી ગાર્નિશ કરો.

