હાંડવો

હાંડવો

સામગ્રી: 

1 નાની દૂધી
1 ટીસ્પૂન અડદની દાળ
1 ટીસ્પૂન ચણાની દાળ
3 ટેબલસ્પૂન લીલા ધાણા સમારેલા
3-4 લીલા મરચા ઝીણા સમારેલા
3 કપ છાસ
3 ટીસ્પૂન સોડા બાય કાર્બ
1 ટીસ્પૂન જીરુ
1 ટીસ્પૂન રાય
4-5 ટેબલસ્પૂન તેલ
મીઠું સ્વાદ અનુસાર
ગ્રાઈન્ડ કરવા માટે:
1 કપ પીળી મગની દાળ
1 કપ રાઈસ


રીત:
1. એક મોટા વાસણમાં છાસ લો.
2. તેમાં મીઠું, સોડા અને  ગ્રાઈન્ડ કરેલા ચોખા અને મગની દાળને મિક્સ કરીને બરાબર હલાવીને 6-7 કલાક માટે આથો આવવા માટે મૂકી દો.
3. દૂધીને છીણી લો અને તેમાંથી વધારાનુ પાણી કાઢી લો.
4. તેમાં લીલા ધાણા અને લીલા મરચા ઉમેરો.
5. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં અડદની દાળ અને ચણાની દાળ ઉમેરો.
6. દાળ જ્યારે તતળી જાય ત્યારે તેમાં ખીરુ મિક્સ કરો.
7. હવે તેને ગ્રીઝ કરેલા મોટા અને ઉંડા વાસણમાં મૂકો.
8. બાકીનો મસાલો ઉપરથી રેડો.
9. હવે આ મિશ્રણને 280 °C પર ગરમ કરેલા ઓવનમાં 10 મિનીટ સુધી રાખો.
10. એ પછી 200 °Cથી 180°C સુધી 40 મિનીટ સુધી પકાવો.
11. હવે તેમાં એક ચપ્પુ નાંખીને જુઓ જે ચોખ્ખુ બહાર આવવું જોઈએ. હવે તેને ટુકડામાં સમારો અને ગરમ ગરમ સર્વ કરો.

Leave a Reply