મગસ



મગસ

સામગ્રી:

500 ગ્રામ ચણાનો લોટ
50 ગ્રામ માવો
250 ગ્રામ ખાંડ
2 ટેબલસ્પૂન ઈલાયચી પાવડર
10 પીસ્તા
10 બદામ
250 ગ્રામ ઘી

રીત:

- ચણાનો લોટ અને 125 ગ્રામ ઘી મિક્સ કરીને ગાળી લો.
- એક કઢાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને તેમાં ચણાના લોટ અને ઘીનું મિશ્રણ ઉમેરો.
- ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યા સુધી શેકો.
- હવે તેમાં માવો ઉમેરીને ધીમી આંચ પર શેકો અને બાજુમાં મૂકી દો.
- હવે બીજી એક કઢાઈમાં ખાંડ અને પાણી મિક્સ કરીને 1 તારની ચાસણી બનાવો.
- આ ચાસણીને ચણાના શેકેલા લોટમાં મિક્સ કરો.
- તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.
- એક થાળીમાં ઘી લગાડીને રાખો અને આ મિશ્રણ તેમાં પાથરી દો.
- મગસ પર પિસ્તા અને બદામ સજાવી દો અને ઠંડો પડે એટલે નાના ટુકડા કરી લો.

Leave a Reply