Thank you!

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown ...

Minimal Design

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown ...

Download high quality wordpress themes at top-wordpress.net

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown ...

Easy to use theme admin panel

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown ...

Methi Dahinu Shak

મેથીનું દહીંવાળું શાક

સામગ્રીઃ
૨૦૦ગ્રા. મોળું દહીં,
૧૦૦ગ્રા. ચણા- લોટ,
૨૦૦ગ્રા. મેથી,
લીલું મરચું, મીઠું,
હળદર,તેલ, ખાંડ
રીતઃ
મેથીના પાને સમારી, ધોઈને વધારો.તેમાં ઉપર લખેલો મસાલો નાખો. પાન ચઢવા આવે એટલે દહીંમાં ચણાના લોટનું ખીરું બનાવીને ભાજીમાં ધીમે ધીમે નાખી હલાવો.બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી ઉપર કોથમીર ભભરાવો. (મેથીની ભાજી-બટાટા, મેથીની ભાજી-રીંગણ, મેથીની ભાજી-મગની દાળ, મેથીની ભાજી- વાલોળ, મેથીના મૂઠિયા,મેથી પાપડી વગેરેનું મિકસ શાક બનાવી શકાય છે.)
પોષકતાઃ
આમાં ૧૦૦૦ કેલરી છે. કડવો રસ આપનાર મેથી ખોરાકને વિશિષ્ સ્વાદ આપવા સાથે જઠરાગ્નિને પ્રદીપ્ કરે છે. વાયુનું શમન કરે છે, પિત્તશામક છે. તેનાથી દસ્ સાફ આવે છે.પિત્ત પ્રકૃતિવાળા માટે ખાસ ઉપયોગી છે.

રાયતાં મસાલો


રાયતાં મસાલો

રાયતાં મસાલો

સામગ્રી:

4 ટીસ્પૂન જીરું4 ટીસ્પૂન ફુદીનો 1/4 ટીસ્પૂન હિંગ1 ટીસ્પૂન શાહજીરું 1 ટીસ્પૂન મરીનો પાઉડર 1 નાનો ટૂકડો સૂંઠ 1 એલચી 2 ટીસ્પૂન સિંધાલૂણ 1 ટીસ્પૂન મીઠું

રીત:

- જીરું અને હિંગને વાટી લો. - બીજી બધી સામગ્રીને ભેળવીને મિક્સરમાં ક્રશ કરી લો.- આ મસાલો વિવિધ રાયતાંમાં નાખવાથી રાયતું વધારે સ્વાદિષ્ટ લાગે છે.

મિક્સ ફ્રૂટ સ્મૂથી


મિક્સ ફ્રૂટ સ્મૂથી

મિક્સ ફ્રૂટ સ્મૂથી

સામગ્રી:

1/5 લિટર પાઈનેપલનો રસ
2 સમારેલા કેળા
1/2 એપ્પલ જ્યૂસ
1/2 ઓરેન્જ જ્યૂસ
2 પાકી કેરી

વિધી:

- બધા જ ફળોનો રસ, કેળા અને કેરી એક બાઉલમાં મિક્સ કરી લો.
- આ મિશ્રણને બે મિનીટ સુધી મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.
- બરાબર મિક્સ થઈ જાય પછી તેને ગ્લાસમાં રેડી દો.
- સર્વ કરતા પહેલા તેને સ્ટ્રોબેરીથી સજાવો.
- તમે ઈચ્છો તો ફ્રિઝમાં રાખીને સ્ટોર પણ કરી શકો છો.

ભાખરીના લાડુ


ભાખરીના લાડુ

મોટાભાગના ઘરમાં આ પ્રકારના લાડું ગણેશજીને ધરાવવા પ્રસાદી તરીકે બનાવાય છે. ઘણા લોકો તો તેને ચોથના લાડુ તરીકે જ ઓળખે છે.

સામગ્રી:

2 ભાખરી
2 ટેબલસ્પૂન ગોળ
1 ટેબલસ્પૂન ઘી
1 ફળી ઈલાયચીના દાણા

રીત:

- શેકેલી ભાખરીને હાથથી ચૂરો કરી દો.
- હવે તેમાં ગોળ અને ઘી ભેળવીને બરાબર મિક્સ કરો.
- સાથે ઈલાયચીના દાણાને અધકચરાં વાટીને તેમાં ઉમેરો.
- આ મિશ્રણમાંથી ગોળ લાડું વાળી લો.
- તૈયાર છે ભાખરીના લાડુ.

મગની દાળ અને દૂધીના ઢોકળા


મગની દાળ અને દૂધીના ઢોકળા

મગની દાળ અને દૂધીના ઢોકળા
સામગ્રી:
ફોતરીવાળી મગની દાળ, 1 કપ
લીલા મરચા, 1-2
દૂધી, 1/2 કપ
બેસન અથવા ચણાનો લોટ 1 ટેબલસ્પૂન
હીંગ, 1 ચપટી
રાયના દાણા 2 ટીસ્પૂન તેલ 1 ટીસ્પૂનમીઠું સ્વાદ અનુસાર
રીત:
- મગની દાળને 3થી 4 કલાક માટે પાણીમાં પલાળીને રાખો.
- મગની દાળ અને લીલા મરચાને બ્લેન્ડરમાં નાંખીને ગ્રાઈન્ડ કરો.
- તેમાં છીણેલી દૂધી, બેસન, હીંગ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. - હવે એક થાળીમાં તેલ લગાડીને તેમાં આ ખીરું રેડો અને પછી તેને 10-15મિનીટ સુધી વરાળમાં પાકવા દો.

- તૈયાર છે તમારા મગની દાળ અને દૂધીના ઢોકળા

પૂડલા વીથ નૂડલ્સ


પૂડલા વીથ નૂડલ્સ



ચાઈનીઝ પૂડલા

સામગ્રી :

નૂડલ્સ ૧૦૦ ગ્રામ

સોયા સોસ ૧ ચમચી

આજીનો મોટો નાની ચપટી

આદુ-મરચાં- લસણની પેસ્ટ ૨ ચમચી

ઝીણી સમારેલી કોબીજ ૪ ચમચી

ઝીણું સમારેલું કેપ્સિકમ ૧ નંગ નાનું

તેલ ૨ ચમચી

ચોખાનો લોટ ૫૦ ગ્રામ

રાગીનો લોટ ૨૫ ગ્રામ

ઘઉંનો લોટ ૨૦૦ ગ્રામ

મેંદો ૨૫૦ ગ્રામ

મીઠું સ્વાદાનુસાર

મરચું ૧/૨ ચમચી

હળદર ૧/૨ ચમચી. મરી પાઉડર.

રીત :

એક વાસણમાં પાણીમાં નૂડલ્સ બાફવી. તેમાં એક ચમચી તેલ ઉમેરવું. નૂડલ્સ બફાઈ જાય એટલે ઠંડું પાણી રેડી દેવું.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી આદું-મરચાં- લસણની પેસ્ટ ઉમેરવી. હવે કોબીજ, કેપ્સિકમ ઉમેરીને આજીનો મોટો ઉમેરી ચઢવા મૂકી દેવું. ચઢી જાય એટલે બાફેલી નૂડલ્સ ઉમેરી બરાબર હલાવી દો.

હવે ચોખાનો લોટ, રાગીનો લોટ, ઘઉંનો લોટ, મેંદો લઈ તેમાં મીઠું, મરચું, હળદર, મરી પાઉડર, પાણી ઉમેરીને ખીરું તૈયાર કરવું.

પેન ગરમ કરવા મૂકી ખીરું પાથરી પૂડલા બનાવવા. તેમાં નૂડલ્સનું પૂરણ પાથરવું.

ટોમેટો કેચપ વડે ગાર્નિંશ કરી સર્વ કરો.

તૈયાર છે ચાઈનીઝ પૂડલા.

કોબીના વડા


કોબીના વડા

 
 
સામગ્રી:

અડદની દાળ 1 કપ

કોબી 1/2

લીલા મરચા 3

આદુ, 2 ઈંચનો ટુકડો

જીરુ, 2 ટેબલસ્પૂન

મીઠું સ્વાદ અનુસાર

તળવા માટે તેલ

રીત:

અડદની દાળને એક કલાક માટે પાણીમાં પલાળીને રાખો.

આ દાળમાં સાવ જ થોડું પાણી ઉમેરીને તેને ગ્રાઈન્ડ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવી લો.

કોબીને ઝીણી સમારી લો. લીલા મરચા અને આદુને પણ સમારી લો.

એક વાડકામાં અડદની દાળની પેસ્ટ, સમારેલી કોબી, લીલા મરચા, આદુ, જીરુ અને મીઠું ઉમેરો.

એક કઢાઈમાં તેલ લઈને તેને મધ્યમ આંચ પર ગરમ મૂકો.

હથેળી પર સહેજ તેલ લગાડીને રાખો.

હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી લીંહુ જેવડા ગોળા વાળી લો.

અને હવે ગોળાઓને હાથથી દબાવી દો.

ગોળાને વચ્ચે કાણું પાડીને તેને ધીમેથી તેલમાં તળવા મૂકો.

જ્યા સુધી તે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો.

ગરમ ગરમ કોબીના વડા સર્વ કરો.