ટોમેટો ઉપમા

ટોમેટો ઉપમા 

an unusual yet testy upma.   ટોમેટો ઉપમા બનાવવા માટે ની સામગ્રી:

૧ કપ સોજી
૧/૨ કપ ટોમેટો પલ્પ
૧/૪ કપ દહીં (મોળુ)
૨ ટેબ.સ્પૂન તેલ
૧/૨ ટી.સ્પૂન રાઈ
૧ ટી.સ્પૂન અડદ ની દાળ
૧ ટેબ.સ્પૂન કાજુ ના ટુકડા
૨ થી ૩ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
૧૦ થી ૧૨ નંગ લીમડા ના પાન
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ૧/૨ કપ પાણી
૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
ગાર્નીશિંગ માટે:
ઝીણી સમારેલી કોથમીર
સર્વ કરવા માટે:
નાળીયેર ની ચટણી
ટોમેટો ઉપમા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી રાઈ નો વઘાર કરી તેમાં
લીમડો,અડદ ની દાળ અને કાજુ ટુકડા અને લીલા મરચા
સાંતળો ,હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી આછી
ગુલાબી રંગ ની થાયત્યાં સુધી સાંતળો.સંતળાઈ જાય
એટલે તેમાં સોજી નાખી તેને પણ આછી બદામી શેકી લો.
હવે એક કપ માં ટોમેટો પલ્પ,દહીં, પાણી અને સ્વાદ પ્રમાણે
મીઠું લઇ બિટર વડે બીટ કરી લો.ત્યાર બાદ તેને શેકી ગયેલી
સોજી માં નાખી પાણી બળી જાય ત્યાં સુધી હલાવતા રહો.પાણી
બળી જાય એટલે તૈયાર ઉપમા ને એક બાઉલ માં કાઢી બરાબર
પ્રેસ કરી બીજી ડીશ માં અન મોલ્ડ કરી લો.ત્યાર બાદ તેને ઝીણી
સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નીશ કરી નાળીયેર
ની ચટણી સાથે સર્વ કરો.

નાળીયેર ની ચટણી બનાવવા માટેની સામગ્રી:

૧/૨ કપ સમારેલું લીલું નાળીયેર
૨ નંગ લીલા મરચા
કટકો આદુ
૧/૪ કપ દાળિયા
સ્વાદ પ્રમાંણે મીઠું
૧/૪ કપ સમારેલી કોથમીર

વઘાર માટે

૧/૪ ટી.સ્પૂન તેલ
૧/૮ ટી.સ્પૂન રાઈ
૧/૮ ટી.સ્પૂન અડદ ની દાળ
૪ થી ૫ પત્તા લીમડાના

method

ચટણી બનાવવા માટેની રીત:
ચટણી ની બધી સામગ્રી ભેગી કરી વાટી લો.ત્યારબાદ તેની પર રાઈ,અડદ ની દાળ
અને લીમડા નો વઘાર કરો.

Leave a Reply