ફરાળી આલું પરાઠા

ફરાળી આલું પરાઠા 

ફરાળી આલું પરાઠા બનાવવા માટેની સામગ્રી: ૧ મોટો બાફેલો બટાકો
૨ ટેબ.સ્પૂન મોળું દહીં
૧ ટેબ.સ્પૂન તેલ
૪ થી ૫ નંગ લીલા મરચા
૧ ટેબ.સ્પૂન કોથમીર
૧ ટેબ.સ્પૂન તલ
૧ ટેબ.સ્પૂન મોળી શેકેલી શીંગ નો ભૂકો
સ્વાદ પ્રમાણે સિંધવ
૧ ટી.સ્પૂન લાલ મરચું
૧ ટી.સ્પૂન ખાંડ
રાજેગરા નો લોટ જરૂર મુજબ
શેલો ફ્રાય કરવા માટે તેલ
સર્વ કરવા માટે:
દહીં
કોથમીર ની ચટણી
pre preparation:

ફરાળી આલું પરાઠા બનાવવા માટે સૌ પ્રથમ બટાકા ને બાફી ને છીણી લો.
લીલા મરચા ને ઝીણા સમારી લો.
શેકેલી શીંગ નો ભૂકો કરી લો.કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની સામગ્રી: ૧ કપ સમારેલી કોથમીર
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન શેકેલા જીરું નો ભૂકો
૧ ટેબ.સ્પૂન દહીં
૧ ટેબ.સ્પૂન શેકેલી શીંગ નો ભૂકો

કોથમીર ફુદીના ની ચટણી બનાવવા માટેની રીત:

ચટણી માટેની બધી જ સામગ્રી લઇ મિક્સર માં ક્રશ કરી લેવી.
ફરાળી આલું પરાઠા બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ બાફી ને છીણેલો બટાકો લઈ તેમાં તેલ,દહીં,સ્વાદ પ્રમાણે સિંધવ,તલ,
શેકેલી શીંગ નો ભૂકો,ઝીણી સમારેલી કોથમીર,લીલું મરચું અને લાલ મરચું નાખી
બરોબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે રાજેગરા નો લોટ નાખી તેમાંથી
પરોઠા જેવો લોટ બંધો.
હવે લોટ માંથી લુવા કરી ઉપર અને નીચે પ્લાસ્ટિક મૂકી પરોઠું વણી લો.તૈયાર પરોઠા
ને તવી પર તેલ લઇ શેલો ફ્રાય કરી લો.
ગરમ ગરમ
ફરાળી આલું પરાઠા મસાલા દહીં સાથે સર્વ કરો.


મસાલા દહીં બનાવવા માટે દહીં માં સિંધવ,લાલ મરચું અને ઈચ્છા હોય તો ખાંડ
નાખવી.

Leave a Reply