નીર ઢોંસા![]() સામગ્રી : ચોખા - ૨૫૦ ગ્રામ, મીઠું - સ્વાદ મુજબ, ઢોંસા ઉતારવા તેલ અથવા ઘી સાથે સર્વ કરવા : ટામેટા - કોપરા- લસણની ચટણી અને વેજીટેબલ કુરમા.રીત : (૧) ચોખા ધોઈ ૨થી ૩ કલાક પલાળવા. (૨) પલાળેલા ચોખામાંથી પાણી નીતારી ફરી ધોવા. (૩) પાણી ઉમેરી ચોખા વાટી લેવા. પાતળું રેડી શકાય તેવું ખીરું તૈયાર કરવું. (૪) ખીરામાં સ્વાદ મુજબ મીઠું નાંખવું. (૫) નાનો નોનસ્ટીક તવો ગરમ કરી તેના પર પાણી છાંટી કપડું ફેરવી અથવા અડધો કાપેલો કાંદો ફેરવી બરાબર સાફ કરી લેવો. બરાબર ગરમ થયેલા તવા પર તેલ અથવા ઘી ચોપડવું. (૬) મોટા દાળના ચમચામાં અથવા ધારીવાળા ગ્લાસમાં ખીરું લઈ થોડે ઊંચેથી તવા પર રેડવું. ચમચો ગોળ ફેરવવો નહીં. (૭) ઢોંસો સિજાવા દેવો. તેને ઉથલાવો નહીં. તૈયાર ઢોંસો સિજાય એટલે અર્ધ ગોળાકાર અથવા ત્રિકોણાકાર વાળી સર્વ કરવો. (૮) ગરમ ગરમ નીર ઢોંસા ટામેટા-કોપરા- લસણની ચટણી અને વેજીટેબલ કુરમા સાથે સર્વ કરવા. |