મન્ચુરિયન વિથ ગ્રેવી

મન્ચુરિયન વિથ ગ્રેવી

delicious chinese dish

મન્ચુરિયન બોલ બનાવવાની સામગ્રી :

૨૫૦ ગ્રામ કોબીજ
૧ ટેબ સ્પૂન ગાજર
ચપટી સોડા
તળવા માટે તેલ
૧ લીલું મરચું ( ઝીણું સમારેલું )
૧/૨ ચમચી ચીલી સોસ
૧/૨ ચમચી કોર્નફલોર
૧/૪ ચમચી સોયા સોસ

ગ્રેવી બનાવવાની સામગ્રી

૫ કળી લીલુ લસણ
૩ નંગ લીલા કાંદા
૧ ટેબ સ્પૂન સમારેલું ગાજર
ચપટી મરી પાવડર
સ્વાદ મુજબ મીઠું
૧/૪ ચમચી ચીલી સોસ
૧/૪ ચમચી સોયા સોસ
૧/૨ ચમચી કોર્નફલોર
૧/૪ ચમચી આદું
૧/૪ ચમચી તેલ
૧ કપ પાણી

મન્ચુરિયન બનાવવાની રીત :

મન્ચુરિયન બોલ ની સામગ્રી  ભેગી કરી બોલ વાળી ગરમ તેલ માં તળી લેવા.
ગ્રેવી બનાવવા માટે ૧ તાવડી માં લીલું લસણ, લીલા કાંદા અને આદું ફાસ્ટ તાપે સાંતળી લેવું.
તેમાં ઝીણું સમારેલું ગાજર, મીઠું, મરી, ચીલી સોસ, સોયા સોસ નાખી હલાવવું.
હવે પાણી માં કોર્નફલોર ઓગળી તેની પેસ્ટ બનાવી, તાવડી માં નાખી, ઉકાળવા દો.
બે મિનીટ પછી ગેસ બંધ કરી, મન્ચુરિયન બોલ નાખો. ઝીણી સમારેલી લીલી ડુંગળી થી સજાવી પીરસો

Leave a Reply