ક્રિસ્પી ચાઇનીસ ભેળ

ક્રિસ્પી ચાઇનીસ ભેળ
ક્રિસ્પી ચાઇનીસ ભેળ બનાવવા માટેની સામગ્રી:
૧૦૦ ગ્રામ નુડલ્સ
૧ કપ ડુંગળી
૧/૨ કપ કોબીજ
૧ કપ ગાજર
૧/૨ કપ કેપ્સીકમ
૨ ટેબ.સ્પૂન કોર્નફલોર
૧ ટેબ.સ્પૂન સોયા સોસ
૧ ટેબ.સ્પૂન વિનેગર
૧ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૧ ટી.સ્પૂન આજી નો મોટો
૧ ટી.સ્પૂન લસણ ની પેસ્ટ
૩ થી ૪ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદુ
૧ ટી.સ્પૂન મરી પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટેબ.સ્પૂન તેલ
તેલ તળવા માટે
ગાર્નીશિંગ માટે:
લીલું લસણ
(ઝીણું સમારેલું)
કોથમીર
(ઝીણી સમારેલી)  ક્રિસ્પી ચાઇનીસ ભેળ બનાવવા માટેની રીત:
pre preparation:

સૌ પ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મુકો અને તેમાં ૧ ટી.સ્પૂન તેલ તથા
૧/૨ ટી.સ્પૂન તેલ નાખો,ત્યારબાદ તેમાં ૩૦ મિનીટ માટે પાણી માં પલાળી રાખેલા
નુડલ્સ નાખી તેને બાફી લો.બફાઈ જાય એટકે તેને ઠંડા પાણી માં નાખી દો એટલે ચોંટી
ન જાય હવે તેને ફરીવાર નીતરી તેમાં ૧ ટી.સ્પૂન તેલ ભેળવી ૧૦ મિનીટ માટે સાઈડ પર
રાખો.(ચારણી માં કે કાના વાળા વાડકા માં) ૧૦ મિનીટ પછી તેને કોર્નફલોર માં રગદોળી
લો અને પછી ગરમ તેલ માં ડીપ ફ્રાય કરી લો.કિચન પેપર પર કાઢી થોડા ભાંગી લો.
હવે ડુંગળી ની લાંબી પાતળી સ્લાઈસ કરી લો.
કેપ્સીકમ ની પણ લાંબી પાતળી સ્લાઈસ કરી લો.
ગાજર ની પાતળી અને લાંબી સ્લાઈસ કરી લો.
(ગાજર ને મોટી છીણી થી છીણવા થી વધુ સારું પરિણામ મળશે.)
લીલા મરચા ને ઝીણા સમારી લો.
આદુ ને ક્રશ કરી લો.
લસણ ને ક્રશ કરી લો.
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળી લો હવે તેમાં આદુ અને
લસણ ની પેસ્ટ ઉમેરી દો.૧/૨ મિનીટ માટે સાંતળી તરત જ તેમાં ડુંગળી,ગાજર
અને કેપ્સીકમ નાખો.આજી નો મોટો નાખી ૨ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર સાંતળી
લો.હવે તેમાં વિનેગર,સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર.સોયા સોસ અને રેડ ચીલી સોસ
નાખી હલાવી લો.હવે તેમાં તળેલા નુડલ્સ ઉમેરી,હલાવી લો.
તૈયાર ક્રિસ્પી ભેળ ને મરી પાવડર,ઝીણી સમારેલી કોથમીર અને ઝીણા સમારેલા લીલા
લસણ વડે ગાર્નીશ કરી તરત જ સર્વ કરો.
** જો ડીશ થોડીવાર પછી સર્વ કરવી હોય તો નૂડલ્સ સર્વ કરતી વખતે જ મિક્સ કરવા.
** નૂડલ્સ ને પલાળી રાખવાથી તે જલ્દી બફાઈ જાય છે.
** ideal for lunch box also.

Leave a Reply