લીલા મઠનો સૂપ![]() સામગ્રી : ૨૦૦ ગ્રામ-ફણગાવેલાં લીલા મઠ, ૧-લીલું મરચું, ૧ કળી-લસણ, ૧ નાનો કપ-દૂધ, ૨ ચમચા-ક્રીમ.વઘાર માટે : ૨ ચમચી-શુદ્ધ ઘી, પા ચમચી-જીરું, ૨ ચમચા-દહીં, ૧ ચમચો-સમારેલી કોથમીર. રીત : સૌપ્રથમ ૨ ચમચા મઠ પહેલાં કાઢી લો. વધેલા ફણગાવેલા મઠ, લીલું મરચું અને લસણની કળીને મિક્સરમાં બારીક ક્રશ કરી નાખો. સોસપેનમાં કાઢી તેમાં ક્રીમ અને દૂધ ભેળવી સહેજ ઉભરો આવવા દો. એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં જીરું નાંખો. તે બ્રાઉન રંગનું થાય એટલે ઝડપથી આંચ પરથી ઉતારી લઈ ઠંડું થવા દો. હવે તેમાં દહીં નાંખીને એકરસ કરો. બાઉલમાં ગરમાગરમ સૂપ કાઢી તેના પર વઘાર રેડો અને ઉપર કોથમીર ભભરાવો. |