તલ શીંગ ની ચીકી

તલ શીંગ ની ચીકી 

good combination of til and shing.

તલ શીંગ ની ચીકી બનાવવા માટેની સામગ્રી:

૧ કપ છીણેલો ગોળ
૧/૨ કપ તલ
૧/૨ કપ શીંગ નો ભૂકો
૨ ટેબ.સ્પૂન સુકા કોપરા નું છીણ
૩ ટેબ.સ્પૂન સુંઠ પાવડર
ગ્રીસીંગ માટે ઘી

તલ શીંગ ની ચીકી બનાવવા માટેની રીત:

સૌપ્રથમ તલ ને સાફ કરી ને  શેકી લો.
શીંગ ને શેકી,છોડા કાઢી ચીલી કટર માં ભૂકો કરી લો.
સુકા કોપરા ની છીણ ને ધીમા તાપે શેકી લો.
હવે એક કઢાઈ માં ગોળ લઇ ધીમા તાપે ગરમ કરો,બરોબર
ઓગળી જાય એટલે તેમાં તલ,શીંગ,કોપરા ની છીણ અને સુંઠ
પાવડર નાખી તરત જ ગેસ બંધ કરી લો.બરાબર હલાવી ને પછી
ગ્રીસ કરેલી થાળી માં પાથરી બરોબર ફેલાવી દો.ચપ્પા વડે કાપી
લો.ઠંડુ થાય એટલે તવેથા વડે ઉખાડી ને ડબા માં ભરી દો.
*સુંઠ પાવડર ન નાખવો હોય તો પણ ચાલે

Leave a Reply