ફણગાવેલાં કઠોળનો હાંડવો
સામગ્રી : મગ-૧૦ ગ્રામ, આદુ-મરચાં-૨ ચમચી, મઠ-૧૦ ગ્રામ, હળદર-૧/૪ ચમચી, ચણા-૧૦ ગ્રામ, હીંગ-૧ ચપટી, વટાણા (સૂકા)-૧૦ ગ્રામ, રાઈ-૧ ચમચી, ઘઉંનો લોટ-૩૫ ગ્રામ, તેલ-૫ ગ્રામ, મીઠું-સ્વાદ મુજબ.
રીત : બધાં કઠોળને ફણગાવી લો. પછી જરા પાણી ઉમેરી અધકચરાં વાટી લો. મિશ્રણમાં આદુ, મરચાં, હળદર, મીઠું નાંખો. નોનસ્ટિકમાં તેલ ગરમ કરી રાઈ-હીંગનો વઘાર કરી તેલ નાંખો. ઉપરથી ખીરું રેડો. પછી તેને ઢાંકીને થવા દો. બદામી થાય એટલે ગરમ પીરસો.
* આમાં મેથીની ભાજી ઉમેરીને પણ બનાવી શકાય. |