રશિયન સલાડ

રશિયન સલાડ 

yummy salad with the combination of fruits and vegetables

રશિયન સલાડ બનાવવા માટેની સામગ્રી:

૨ કપ મિક્સ ફ્રુટ (સફરજન,કેરી,ચીકુ,કેળા,દાડમ,પાઈનેપલ)
૧ નંગ કેપ્સીકમ
૧/૨ કપ પપૈયું
૧૫૦ ગ્રામ ગળ્યું મસ્કા દહીં (સ્વીટ યોગટ)
૧ ટેબ.સ્પૂન બાફેલી ફણસી
૧/૪ કપ મિક્સ ડ્રાય ફ્રુટ
૧/૪ કપ કાકડી
૧/૪ કપ બેબી કોર્ન
૧ ટેબ.સ્પૂન લીલા કાંદા (opt)

ડ્રેસિંગ માટે:

૪ ટેબ.સ્પૂન વ્હાઈટ સોસ
૧/૪ કપ ક્રીમ
૧/૪ કપ દહીં
૨ ટી.સ્પૂન કળા મરી પાવડર
૪ ટી.સ્પૂન દળેલી સાકર
સ્વાદ પ્રમાણે મીઠું


વ્હાઈટ સોસ બનાવવા માટેની સામગ્રી:

૨ ટી.સ્પૂન બટર
૨ ટી.સ્પૂન મેંદો
૧ કપ દૂધ
૧/૨ ટી.સ્પૂન મરી પાવડર
સ્વાદ પ્રમાણે મીઠું

રશિયન સલાડ બનાવવા માટેની રીત:

વ્હાઈટ સોસ બનાવવા માટેની રીત:

એક પેન માં બટર ગરમ કરી તેમાં મેંદો નાખી શેકી લો.ત્યાર બાદ તેમાં દૂધ નાખી
સતત હલાવતા રહેવું.૩ થી ૪ મિનીટ ગરમ કરી ઘટ્ટ થાય એટલે ઉતારી લો અને મીઠું
તથા મરી પાવડર નાખી ઠંડુ થવા દો.

રશિયન સલાડ બનાવવા માટે:

મિક્સ ફ્રુટ ના પીસ,સલાડ,યોગટ ડ્રાય ફ્રુટ બધું મિક્સ કરી બાજુ પર રાખો.

ડ્રેસિંગ બનાવવા માટેની રીત:

વ્હાઈટ સોસ માં દહીં,ક્રીમ,મીઠું,મરી પાવડર અને ખાંડ ઉમેરી ધીમે ધીમે બીટ કરતા
જાવ એટલે ફૂલી ને હલકું થઇ જશે.
હવે એક સલાડ પ્લેટ માં થોડું ડ્રેસિંગ રેડી તેની પર સલાડ ની બધી જ સામગ્રી પથરો,
ત્યાર બાદ તેની પર બાકીનું ડ્રેસિંગ રેડી ફ્રીઝ માં ઠંડુ કરવા મુકો.
તૈયાર સલાડ ને ઠંડુ જ સર્વ કરો.

Leave a Reply