સ્ટફડ પોટેટો પિઝા

સ્ટફડ પોટેટો પિઝા
સામગ્રી :
પિઝા બેઝ માટે : બટાકા-૩૦૦ ગ્રામ, કોર્નફ્લોર-૨ ટેબલ સ્પૂન, સફેદ મરી પાઉડર-૧ ટી. સ્પૂન, બટર-૧ ટી. સ્પૂન, મીઠું -સ્વાદ મુજબ
સોસ માટે :
ટામેટા-રપ૦ ગ્રામ (૪ મોટા), ઝીણા સમારેલા કાંદા-૧/૪ કપ, કચરેલું લસણ-૧ ટી. સ્પૂન, ઓરેગનો-૧/૪ ટી. સ્પૂન, ડ્રાય બેસિલ પાઉડર-૧/૪ ટી. સ્પૂન, લાલ મરચું પાઉડર-૧/૪ ટી. સ્પૂન, ખાંડ (ટામેટાની ખટાશ મુજબ)-૧/૨ ટી. સ્પૂન, મીઠું-સ્વાદ મુજબ, બટર-૧ ટેબલ સ્પૂન, છીણેલું મોઝરેલા ચીઝ- ઉપર ભભરાવવા માટે- ૪થી ૫ ટેબલ સ્પૂન
રીત :
(૧) બટાકા બાફી સ્મેશ કરવા. તેમાં કોર્નફ્લોર, મીઠું, બટર અને મરી પાઉડર નાંખી કણેક બાંધવી.
(૨) સોસ માટે ટામેટાને બ્લાન્ચ કરી લેવા, છાલ કાઢી વધારાના બી કાઢી ખૂબ ઝીણા સમારવા અથવા મિક્સરમાં સહેજ ક્રશ કરી લેવા. ગાળી જાડો રસ તૈયાર કરી લેવો.
(૩) કડાઈમાં બટર મૂકી મેલ્ટ થવા દેવું. તેમાં ઝીણો સમારેલો કાંદો અને લસણ નાંખી સાંતળવું. કાંદા સંતળાય એટલે ટામેટાનો રસો ઉમેરી દેવો. તેમાં લાલ મરચું પાઉડર, ઓરેગનો, બેસિલ પાઉડર, મીઠું અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લેવું. સોસ પથરાય તેવો ઘટ્ટ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી લેવો.
(૪) બટાકાની કણેકના બે ભાગ કરવા. બંને ભાગનો જાડો રોટલો વણવો.
(૫) બેકિંગ ટ્રે ઉપર સહેજ બટર લગાડી એક રોટલો પ્રિહિટેડ ઓવનમાં રપ૦ ઔંશ પર ૧૦ મિનિટ બેક કરવો. તેના ઉપર સ્પાઈસી ટોમેટો સોસ પાથરવો. છીણેલું મોઝરેલા ચીઝ પાથરી ફરી પ મિનિટ ર૦૦ ઐંશ સે. પર બેક કરવું.
(૬) છેલ્લે બાકી રહેલો બીજો રોટલો તેની ઉપર મૂકી, બટર ચોપડી ૨૫૦ ઔંશ સે. પર ૧૦ મિનિટ માટે રોટલો ઘેરા બદામી રંગનો થાય ત્યાં સુધી બેક કરવો.
(૭) પોટેટો પિઝા બેઝ અગાઉ તૈયાર કરી રાખવો હોય તો બંને રોટલાને વારાફરતી આગળ - પાછળ પલટાવી બેક કરી રાખી શકાય.
સર્વ કરવાના થોડા સમય પહેલાં સોસ પાથરી બેક કરી ગરમ પિઝા સર્વ કરી શકાય.
 

Leave a Reply