ચાઈનીસ રોટી રેપસ

ચાઈનીસ રોટી રેપસ 

ચાઈનીસ રોટી રેપસ બનાવવા માટેની સામગ્રી: સ્ટફિંગ માટે:
૧/૨ પેકેટ  હક્કા નુડલ્સ
૨ નંગ ડુંગળી
૧/૪ નંગ કોબીજ
૧ નંગ કેપ્સીકમ
૧ નંગ ગાજર
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન આજી નો મોટો
૧ ટી.સ્પૂન વિનેગર
૧ ટેબ.સ્પૂન સોયા સોસ
૨ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૧ નાનો ટુકડો આદુ
૪ થી ૫ કળી લસણ
૩ થી ૪ નંગ લીલા મરચા
૨ ટેબ.સ્પૂન તેલ
તેલ કે બટર શેલો ફ્રાય કરવા માટે
રેપસ માટે:
૧ કપ ઘઉં નો લોટ
૧ ટેબ.સ્પૂન મોળું દહીં
૧ ટેબ.સ્પૂન તેલ
સ્વાદ પ્રમાણે મીઠું
૨ ટેબ.સ્પૂન લીલું લસણ
(પાન સાથે ઝીણું સમારેલું)
સીલ કરવા માટે મેંદા ની લઇ
સ્પ્રેડ કરવા માટે:
રેડ ચીલી સોસ
સર્વ કરવા માટે:
રેડ ચીલી સોસ
હોટ સોસ
ટોમેટો કેચપ
ચાઈનીસ રોટી રેપસ બનાવવા માટેની રીત:
pre preparation:
સૌ પ્રથમ ૧/૨ પેકેટ નુડલ્સ ને ૩૦ મિનીટ માટે પાણી માં પલાળી રાખો.ત્યાર બાદ તેને
મીઠું અને ૧ ટી.સ્પૂન તેલ નાખેલા ઉકળતા પાણી માં નાખી બાફી લો.બફાઈ જાય એટલે
ચારણી કે કાણાવાળા વાડકા માં કાઢી ઉપર થી ઠંડુ પાણી રેડી દો.સાઈડ પર મૂકી રાખો.
(જો થોડી વધુ વાર લાગે તેવું લાગે તો તેલ વાળો હાથ લગાવી દેવો અથવા ઠંડા પાણી માં
ડુબાડી રાખવા વાપરવાની થોડા વાર પહેલા નીતરી લેવા તો નુડલા એક બીજા ને ચોટશે
નહી.)
હવે ડુંગળી ને છોલી ને તેની લાંબી સ્લાઈસ કરી લો.
કેપ્સીકમ ની પણ લાંબી સ્લાઈસ કરી લો.
ગાજર ની લાંબી સ્લાઈસ કરી તેને મીઠું નાખેલા ઉકળતા પાણી માં ૨ મિનીટ માટે રાખી
બહાર કાઢી સાઈડ પર રાખો.આદુ અને લસણ ને ક્રશ કરી લો.
લીલા મરચા ને ઝીણા સમારી લો.
કોબીજ ની લાંબી સ્લાઈસ કાપી લો.
હવે એક કઢાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી ની સ્લાઈસ સંતડી લો પારદર્શક થાય એટલે તેમાં ક્રશ
કરેલું આદુ,લસણ અને લીલા મરચા નાખી દો,હવે તેમાં ગાજર,કેપ્સીકમ અને કોબીજ નાખી મીઠું
અને આજી નો મોટો નાખી ૧ મિનીટ માટે સંતડી લો,હવે તેમાં તૈયાર કરેલા નુડલ્સ નાખી હલાવી લો.
હવે તેમાં રેડ ચીલી સોસ,સોયા સોસ અને વિનેગર નાખી હલાવી લો.છેલ્લે તેની પર ઝીણું  સમારેલું
લસણ નાખી હલાવી બાઉલ માં કાઢી રૂમ ટેમ્પરેચર પર આવે તેમ મૂકી દો.
રેપસ માટે:
pre preparation:
ઘઉં ના લોટ માં દહીં,તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધી ૧૫ થી ૨૦ મિનીટ માટે
ઢાંકી ને સાઈડ પર રાખો.
હવે તૈયાર લોટ માંથી રોટલી વણી કાચી-પાકી રોટલો ઓ તૈયાર કરી લો.
હવે એક રોટલી લઇ તેની પર રેડ ચીલી સોસ લગાવી દો હવે તેની પર તૈયાર કરેલા સ્ટફિંગ નો રોલ
એક સાઈડ પર મૂકી રોટલો ની બધી કિનારી પર મેંદાની લઇ લગાવી પહેલા સાઈડ થી અને પછી ઉપર
થી નીચે રોલ કરી લો,જરૂર જણાય ત્યાં લઇ લગાવતા રહેવું.આવી રીતે બધી જ રોટલી ના રોલ બનાવી
લેવા.(રેડ ચીલી સોસ જેટલી તીખાશ ગમતી હોય તેટલો જ સ્પ્રેડ કરવો.)
તૈયાર રોલ્સ ને નોન સ્ટીક તવી પર તેલ કે બટર થી શેલો ફ્રાય કરો,ચારે બાજુ ફેરવી ને શેલો ફ્રાય કરવું.
ગરમ ગરમ રોલ્સ ને કટ કરી હોટ સોસ અને રેડ ચીલી સોસ કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

હોટ સોસ બનાવવા માટેની સામગ્રી:

૨ થી ૩ કળી લસણ (ક્રશ કરેલું)
૧ કપ પાણી
૩ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૩ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટી.સ્પૂન કોર્નફલોર
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન તેલ
૧/૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ

હોટ સોસ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ સાંતળો,ત્યારબાદ તેમાં
પાણી નાખી,ચીલી સોસ અને ટોમેટો કેચપ તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
હવે તેમાં કોર્ન ફ્લોર માં ૨ ટેબ.સ્પૂન પાણી નાખી તૈયાર કરેલી સ્લરી નાખી,
સતત હલાવતા રહો.ગેસ બંધ કરી ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો.

Leave a Reply