Written by Asha Ahir in
વેજીટેબલ મંચુરિયન
સામગ્રી:
2 કપ ઝીણી સમારેલી કોબી
2 કપ છીણેલું ગાજર
1 કપ લીલી ડુંગળી
2 લીલા મરચાં
3-4 પીસેલી લસણની કળી
2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર
તળવા માટે તેલ
1 ટેબલસ્પૂન સોયા સોસ
મીઠું સ્વાદ અનુસાર
1 ટીસ્પૂન મરી પાવડર
1 ટીસ્પૂન ખાંડ
1 ચપટી આજીનોમોટો
2 ટેબલસ્પૂન તેલ
રીત:
- સમારેલી કોબી અને ગાજરને મિક્સ કરીને વધારાનું પાણી નીચોવી લો.
- હવે એક બાઉલમાં કોબી, ગાજર અને 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર મિક્સ કરો. તેમાં સમારેલા લીલા મરચાં અને મીઠું ઉમેરો.
- તેમાંથી નાના ગોળા વાળો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં તૈયાર કરેલા ગોળાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળો
- હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો.
- તેમાં ડુંગળી, લસણ અને લીલા મરચાં સાંતળો.
- તેમાં પાણી, મીઠું, મરી પાવડર, આજીનો મોટો, ખાંડ અને સોયા સોસ ઉમેરો. તેને ઉકળવા દો.
- હવે તેમાં 1 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર અને 1/2 કપ પાણી મિક્સ કરો.
- ત્યાર બાદ તૈયાર કરેલા મંચુરિયન બોલ્સ ધીરે ધીરે ગ્રેવીમાં ઉમેરો.
- વેજીટેબલ મંચુરિયનને 3-4 મિનીટ પાકવા દો.
- લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરો હોટ વેજીટેબલ મંચુરિયન.