સ્ટફડ દહીં વડા
૨ નંગ બાફેલા બટાકા
૪ થી ૫ નંગ લીલા મરચા
૧ નાનો કકડો આદુ
સ્વાદ પ્રમાણે મીઠું
ચપટી લીંબુ ના ફૂલ
૧ ટેબ.સ્પૂન ખાંડ
૨ ટેબ.સ્પૂન કોથમીર
૧ ટેબ.સ્પૂન ગાજર
૧ ટેબ.સ્પૂન વટાણા
બહાર ના પડ માટે:
૧ કપ અડદ ની દાળ
સ્વાદ પ્રમાણે મીઠું
તળવા માટે તેલ
સ્પ્રેડ કરવા માટે:
૧ કપ દહીં
૧ ૧/૨ ટેબ.સ્પૂન ખંડ
ચપટી મીઠું
ગાર્નીશિંગ માટે:
લાલ મરચું પાવડર
કોથમીર
નાયલોન સેવ
ચાટ મસાલો
મસાલા બુંદી
ખજુર-આંબલી ની ચટણી
કોથમીર મરચા ની ચટણી
સ્ટફડ દહીં વડા બનાવવા માટે:
pre preparation :
સૌ પ્રથમ સ્ટફડ દહીં વડા બનાવવા માટે બટાકા ને બાફી ને છીણી લો.
લીલા મરચા અને આદુ ને ક્રશ કરી લો.
ગાજર ને ઝીણા સમારી લો અને ઉકળતા પાણી માં એક ઉભરો આવે તેટલું બાફી લો.
વટાણા ને પણ છોલી ને ઉકળતા પાણી માં બાફી લો.
કોથમીર ને ઝીણી સમારી લો.
અડદ ની દાળ ને ૪ થી ૫ કલાક પાણી માં પલાળી બને તેટલું ઓછું પાણી લઇ વાટી લો.
તેમાં મીઠું નાખી ૧ ૧/૨ થી ૨ કલાક માટે મૂકી રાખો.
દહીં માં ખાંડ અને મીઠું નાખી વલોવી લો અને ઠંડુ કરવા મુકો.
સ્ટફડ દહીં વડા બનાવવા માટેની રીત:
સ્ટફિંગ માટે:
સ્ટફડ દહીં વડા બનાવવા માટે સૌ પ્રથમ બાફીને છીણેલા બટાકા માં સ્વાદ પ્રમાણે મીઠું,આદુ,
લીલા મરચા,લીંબુના ફૂલ ,ખાંડ,કોથમીર ,ગાજર અને વટાણા મિક્સ કરી લો અને તેમાંથી નાના
નાના ગોળા વાળી લો.
બહાર ના પડ માટે:
ક્રશ કરેલી અડદ ની દાળ ને જરૂર પ્રમાણે પાણી નાખી ૪ થી ૫ મિનીટ માટે ફીણી લો.(પાણી ધીમે ધીમે
જરૂર પ્રમાણે નાખવું.
હવે સ્ટફિંગ ના તૈયાર કરેલા ગોળા લઇ તેની ઉપર અડદ ની દાળ ના ખીર નું બટાકા વડા ની જેમ કોટિંગ કરી
તેને ગરમ તેલ માં મધ્યમ તાપે આછા બદામી રંગ ના તળી લો.
તૈયાર વડા ને ૫ થી ૧૦ મિનીટ માટે પાણી માં પલાળી લો.ત્યાર બાદ તેને પાણી માંથી બહાર કાઢી હળવે
હાથે દબાવી લો.
હવે સ્ટફિંગ વળા વળા ને સર્વિંગ પ્લેટ માં મૂકી તેની પર તૈયાર કરેલું દહીં રેડો.ત્યાર બાદ તેની પર ખજુર-આંબલી
ની ચટણી,કોથમીર મરચા ની ચટણી,લાલ મરચું પાવડર,કોથમીર અને નાયલોન સેવ તથા બુંદી વડે ગાર્નીશ
કરી ચિલ્ડ સર્વ કરો.