સ્પ્રિંગ ઢોંસા

સ્પ્રિંગ ઢોંસા

સામગ્રી
ઢોંસાનું ખીરું - ૪ કપ, તેલ - ૪-૫ ટેબલસ્પૂન, ડુંગળી(પાતળી સમારેલી) - ૧ મધ્યમ, ગાજર(છીણેલું) - ૨ નંગ મોટા, ગ્રીન કેપ્સિકમ(પાતળી ઊભી પટ્ટી જેવા સમારેલા) - ૧ નંગ મોટું, કોબીજ(ઝીણી સમારેલી) - ૧/૪ નાનું, લાઈટ સોયા સોસ - અડધી ટેબલસ્પૂન, સફેદ મરીનો પાઉડર - અડધી ટીસ્પૂન, સેઝવાન સેાસ - ૧ ટેબલસ્પૂન, એમએસજી(જરૃર લાગે તો) - ૧/૪ ટીસ્પૂન, મીઠું - સ્વાદ પ્રમાણે, ફણગાવેલા મગ - અડધો કપ, લીલી ડુંગળી(ઝીણી સમારેલી) - અડધો કપ
રીત
ફીલિંગ બનાવવા માટે પહેલાં એક તાંસળામાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં ડુંગળી, ગાજર અને કેપ્સિકમ ઉમેરી અડધી મિનિટ માટે સાંતળો. તેમાં કોબીજ ઉમેરી એક મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળો. પછી સોયા સોસ, સફેદ મરીનો પાઉડર, સેઝવાન સોસ, એમએસજી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. * તેમાં ફણગાવેલા મગ અને લીલી ડુંગળી નાખી અડધી મિનિટ માટે સાંતળો. તેને આંચ પરથી ઉતારી રૃમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. * ઢોંસા તવાને ગરમ કરી થોડો ચીકણો કરી લો. તેના પર એક ચમચો ખીરું રેડી, ચમચાના પાછળના ભાગથી તવી પર એકસરખું ફેલાવી મીડિયમ સાઈઝનો ઢોંસો તૈયાર કરો. ઢોંસાની ચારે બાજુ અડધી ચમચી તેલ નાખો અને તેને ધીમી આંચ પર એકાદ મિનિટ રહેવા દો. * થોડું તૈયાર કરેલું ફીલિંગ લઈ તેને ઢોંસા પર એકસરખું પાથરી દો. નીચેની સાઈડ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી રહેવા દો. * ઢોંસાને બરાબર ફીટ રહે તે રીતે રોલ કરી, તેને વચ્ચેથી ક્રોસમાં કાપી સર્વ કરો.
શેફની ટિપ : તમે તૈયાર ખીરું કે પેક્ડ ઢોંસા ખીરું પણ વાપરી શકો.

Leave a Reply