જાલમૂડી મસાલા ભેળ(બંગાળી)

જાલમૂડી મસાલા ભેળ(બંગાળી)


જાલમૂડી મસાલા ભેળ(બંગાળી) બનાવવા માટેની સામગ્રી:
૨ કપ જાડા (મૂડી) મમરા
૧/૨ કપ બાફેલા દેશી ચણા
૧ નંગ ડુંગળી ઝીણી સમારેલી
૧ નંગ ટમેટું ઝીણું સમારેલું
૨ લીલા મરચા ઝીણા સમારેલા
૧/૨ કપ કાકડી ઝીણી સમારેલી
૨ ટેબ.સ્પૂન ખરી શીંગ ના અડધિયા (ફોતરા વગરના)
૨ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
૨ ટેબ.સ્પૂન મસાલા તેલ
૨ ટી.સ્પૂન જાલમૂડીમસાલો
ગાર્નીશિંગ માટે:
ઝીણી સમારેલી કોથમીર
મસાલા તેલ બનાવવા માટેની સામગ્રી:
૨ ટેબ.સ્પૂન તેલ
૧/૨ ટી.સ્પૂન રાઈ
૧/૪ ટી.સ્પૂન મેથી
૧/૪ ટી.સ્પૂન વરિયાળી
૧/૨ ટી.સ્પૂન લાલ મરચું પાવડર
૧/૪ ટી.સ્પૂન હિંગ
મસાલા તેલ બનાવવા માટેની રીત:
એક પેન માં તેલ ગરમ કરવા મુકો,તેમાંથી ધુમાડો નીકળવા
લાગે એટલે ગેસ બંધ કરી તેમાં બાકીનો બધો મસાલો ઉમેરી
દો.અને એક કલાક પછી ગાળી લો.
જાલમૂડી મસાલો બનાવવા માટેની સામગ્રી:
૧ ટેબ.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૧ ટી.સ્પૂન સંચળ
૧/૨ ટેબ.સ્પૂન લાલ મરચું પાવડર
૧ ટી.સ્પૂન ચાટ મસાલો
૧/૨ ટી.સ્પૂન સફેદ મરી પાવડર
જાલમૂડી મસાલો બનાવવા માટેની રીત:
બધી જ સામગ્રી ભેગી કરી ને મસાલો બનાવો.
જાલમૂડી મસાલા ભેળ બનાવવા માટેની રીત:
એક મોટા બાઉલ માં મમરા,ચણા,ડુંગળી,ટમેટું,મરચા,કાકડી,શીંગ અને કોથમીર મિક્સ કરો.
ત્યારબાદ તેમાં જાલમૂડી મસાલો અને તેલ મિક્સ કરી સર્વિંગ બાઉલ માં લઇ કોથમીર
થી ગાર્નીશ કરી સર્વ કરો.

Leave a Reply