મિક્સ બીન્સ સલાડ

મિક્સ બીન્સ સલાડ

a protein bank.

મિક્સ બીન્સ સલાડ બનાવવા માટેની સામગ્રી:
૪ ટેબ.સ્પૂન ફણગાવેલા મગ
૪ ટેબ.સ્પૂન દેશી ચણા
૪ ટેબ.સ્પૂન રાજમાં
૪ ટેબ.સ્પૂન અમેરીકાન મકાઈ ના દાણા
૨  ટેબ.સ્પૂન છોલે ચણા
૧ ટમેટું ઝીણું સમારેલું
૧ નાની કાકડી ઝીણી સમારેલી
૧ નાનું બીટ ઝીણું સમારેલું
૧/૨ કેપ્સીકમ ઝીણું સમારેલું
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન મરી પાવડર
૧ ટી.સ્પૂન લીંબુ નો રસ
ચપટી સંચળ પાવડર

ગાર્નીશિંગ માટે:

ઝીણી સમારેલી કોથમીર
છીણેલું બીટ

મિક્સ બીન્સ સલાડ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ મગ ને પલાળી ને ફણગવવા માટે મૂકી દેવા,ફણગાવેલા મગ
ની ૧ વ્હીસલ વગાડી પ્રેશર કૂક કરી લેવા.
આવી જ રીતે ચણા,રાજમાં અને છોલે ચણા ને પણ ૨ વ્હીસલ વગાડી ને
પ્રેશર કૂક કરી લેવા.
અમેરિકન મકાઈ ને છુટા જ ઉકળતા પાણી માં બાફી લેવા.
(કઠોળ વધારે ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવું.)
બધા જ કઠોળ ને રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દેવા,ત્યારબાદ તેમાં ઝીણા
સમારેલા ટામેટા,કાકડી,કેપ્સિકમ અને બીટ નાખી હલાવી લેવું,હવે તેમાં
સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર,સંચળ અને લીંબુનો રસ ઉમેરી કોથમીર
અને બીટ ની છીણ વડે ગાર્નીશ કરી સર્વ કરવું.
(જો ફ્રીઝ કૂલ સર્વ કરવું હોય તો મીઠા સિવાય ની બધી જ સામગ્રી નાખી
પછી સર્વ કરતી વખતે મીઠું નાખી,કોથમીર અને બીટ ની છીણ વડા ગાર્નીશ કરી
સર્વ કરવું.)

Leave a Reply