લેમન કેરેટ ડિલાઈટ![]() ૧-૧/૨ વાટકો ખમણેલ લાલ ગાજર, ૧/૪ કપ બીટનું ખમણ, ૧/૨ કપ બાસમતી ચોખા, ૧/૨ કપ નૂડલ્સ, ૧ વાટકો શ્રીફળનું પાણી અથવા લીલા નાળિયેરનું પાણી, ૧ ચમચી ખમણેલું આદું, ૨ ચમચી લીલા આમળાનું ખમણ, ૪-૬ બટાટાની પાતળી લાંબી ચિપ્સ, ૨ ચમચી લેમન સીરપ, ૧ ચમચી ચીલી સોસ, ૪-૬ નંગ કાજુ, ૪-૬ નંગ કાળી સૂકી દ્રાક્ષ, ૩-૪ નંગ તજના ટુકડા, ૩-૪ લવિંગ, ૩-૪ આખી એલચી, ૧/૨ ચમચી ગરમ મસાલો, નિમક પ્રમાણસર. ડેકોરેશન માટે : ગાજરની લાંબી ચિપ્સ, ટમેટાની સ્લાઈસ.રીત : સૌપ્રથમ ૧ વાટકો ગાજરનું ખમણ, ૧/૪ કપ બીટનું ખમણ, ખમણેલ આદું અને લીલાં આમળાનું ખમણને બે વાટકામાં પાણીમાં બાફી લેવા. બફાઈ જાય એટલે તે જ પાણીમાં પીસીને જ્યૂસ જેવું કરવું. જરૂર લાગે તો ગાળી લેવું નહીંતર તેમ જ રાખવું. હવે તેમાં શ્રીફળનું અથવા લીલા નાળિયેરનું પાણી નાખવું અને પ્રમાણસર નિમક ઉમેરી ચોખા તેમાં નાંખી બાફવા. ચોખા અધકચરા બફાઈ જાય એટલે તેમાં ૧/૨ કપ ગાજરનું છીણ, બટાટાની ચિપ્સ અને નૂડલ્સ ઉમેરી ચડવા દેવું. જરૂર લાગે તો વધારે પાણી ઉમેરવું. પાંચ મિનિટ પછી તેમાં કાજુ, કાળી દ્રાક્ષ, તજ, લવિંગ, એલચી અને ગરમ મસાલો ઉમેરી હળવે હાથે હલાવી મિક્સ કરવું. સાવ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લેમન સિરપ અને ચીલી સોસ ઉમેરી હલાવવું અને ૨થી ૩ મિનિટ ઢાંકી દેવું. સર્વ કરતી વખતે બાઉલમાં કાઢી તેના પર ગાજરની ચિપ્સ અને ટમેટા સ્લાઈસથી ડેકોરેશન કરી સર્વ કરો. |