ગ્રીન માટલી ઊંધિયું
મૂઠિયાની સામગ્રી : અડધો કપ - ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ-૫ ટેબલ સ્પૂન, જુવારનો લોટ-૩ ટેબલ સ્પૂન,મેથીની ભાજી તાજી-૨ ટેબલ સ્પૂન, ૭થી ૮-પાલકનાં પાન, હળદર, મીઠું સ્વાદ મુજબ, ખાંડ-૨ ટી. સ્પૂન, લીંબુનો રસ-૨ ટી. સ્પૂન, જીરુ પાઉડર, ધાણા પાઉડર, મેથો - ૨ ટેબલસ્પૂન, આદું મરચાંની પેસ્ટ-૩ ટેબલ સ્પૂન, મોણ માટે તેલ-૩ ટી. સ્પૂન, તળવા માટે તેલ.
મૂઠિયાંના સ્ટફિંગ માટે : કાજુ-બદામનો અધકચરો ભૂકો-૪ ટેબલ સ્પૂન, પનીરનું છીણ-૨૫ ગ્રામ, ભાલ દરાખ-૩ ટી. સ્પૂન.
મૂઠિયાંની રીત : એક બાઉલમાં ઘઉંનો કરકરો લોટ લઇ તેમાં ચણાનો, જુવારનો લોટ નાંખીને મેથો, મેથી અને પાલકને ઝીણી સમારીને નાખવી. પછી હળદર, આદું-મરચાંની પેસ્ટ નાખવી. ધાણા પાઉડર, જીરું પાઉડર નાંખી મીઠું સ્વાદ પ્રમાણે નાખવું. ત્યાર પછી મોણ માટે તેલ નાખી બરાબર હાથથી મસળી લેવું. તેના ગોળા વાળી લેવા પછી ટીક્કી બનાવીને ઉપરનું સ્ટફિંગ ભરીને ફરી ગોળા વાળી લેવા અને પ્લેટમાં મૂકવું. ત્યાર પછી તેને કઢાઈમાં તેલ ગરમ કરીને ગુલાબી રંગના તળીને ટીસ્યૂ નેપ્કિન પર કાઢી લો.
લીલી પેસ્ટની સામગ્રી : ૪૦૦ ગ્રામ-કોથમીર, ૪૦૦ ગ્રામ-લીલું લસણ, ૧/૨ કપ-તાજા નારિયેળનું છીણ, શેકેલા સીંગદાણા, જીરુ પાઉડર,મીઠું, લીંબુનો રસ-૧ ટે. સ્પૂન, ૨ ટેબલસ્પૂન-તેલ, તલ - ૩ ટેબલ સ્પૂન, આદુ-મરચાંની પેસ્ટ-૩ ટેબલ સ્પૂન, ખાંડ-૨ ટી. સ્પૂન, ૩ ટેબલ સ્પૂન-શેકેલો ચણાનો લોટ.
ગ્રીન ચટણીની રીત : મીક્ષી જારમાં ઉપરના માપમાંથી અડધી કોથમીર અને અડધા તલ નાખીને લીલું લસણ, તાજા કોપરાનું છીણ, અડધું લઈ તેમાં આદુ-મરચાંની પેસ્ટ અડધી નાખીને પીસેલું જીરું નાખી તેને અધકચરી ચર્ન કરી લેવી. પછી તેને બાઉલમાં કાઢી લેવી. પછી તેમાં ચણાનો શેકેલો લોટ અને શીંગનો ભૂકો નાંખી તેલ નાખી બરાબર મિક્ષ કરીને બાઉલમાં કાઢી લેવું.
ગ્રીન મસાલાની રીત : ઉપરનો અડધો મસાલો જે બચેલો હતો તેમાં તલનો અધકચરો ભૂકો, અધકચરો શીંગનો ભૂકો નાંખી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખવી. પીસેલું જીરું, મીઠું, ખાંડ, લાલ મરચું પાઉડર, લીંબુનો રસ નાંખી બરાબર મિક્ષ કરી બાજુ પર રાખવો.
શાકની સામગ્રી :
સુરતી પાપડી-૧ કિલો, કેળાં-૩ નંગ, ૪થી ૫ નંગ-સફેદ વેંગણ, ૫થી ૭ નાની બટાકી, રતાળું નાનું ગોળ, શેરડીના ટુકડા-૬થી ૭ નંગ, હીંગ ચપટી-અજમો, ૧/૨ ટી. સ્પૂન-તેલ ૨૫૦ ગ્રામ ખાંડ-૪ ટેબલ સ્પૂન, તુવેરના દાણા-૧૫૦ ગ્રામ, પાપડીના દાણા-૨૦૦ ગ્રામ, લીલો કાંદો-૧૫ ગ્રામ, શક્કરિયાં-૪ નંગ.
રીત : સૌપ્રથમ વેંગણના ચાર ચીરા કરી લેવા, તેવી જ રીતે બટાકા,કેળાં, શક્કરિયાંના ચાર ચીરા કરવા. રતાળુને કટ કરી લેવા. પછી તેમાં ઉપરની ગ્રીન પેસ્ટ ભરી લેવી અને પ્લેટમાં મૂકવું. પેનમાં તેલ ગરમ કરીને તેમાં શક્કરિયાં, બટાકા, રતાળુના પીસને તળી લેવા તેને પણ પ્લેટમાં કાઢી લેવા. ત્યારપછી તેમાં બટાકા, વેંગણને પણ તળી લેવા તેને પણ પ્લેટમાં કાઢી લો
લેયર - ૧ :
સૌપ્રથમ સગડીને સળગાવી લેવી. પછી તેની ઉપર હાંડીને મૂકી તેમાં તેલ નાખીને ગરમ કરી તેમાં હીંગ, અજમો નાખીને લાલ કરી તેમાં ખાવાનો સોડા, પાપડી નાખી મિક્ષ કરી લેવું અને તેમાં થોડું પાણી નાખીને ૫ મિનિટ થવા દેવું. ત્યાર પછી તેમાં પાપડીના દાણા, તુવેરના દાણા નાંખવા અને તેને મિક્ષ કરી લેવું. પછી તેમાંથી અડધી પાપડી બાઉલમાં કાઢી લેવી.
લેયર - ૨ : પાપડીની ઉપર સ્ટફડ કરેલાં શાક નાખવા પછી તેની ઉપર ગ્રીન મસાલો નાખી દેવો અને ફરી અડધી પાપડી નાખી ફરી ગ્રીન મસાલો ઉપરથી અડધી પાપડી નાખી દેવી. બચેલો ગ્રીન મસાલો નાખીને હાંડીની ઉપર ફોઈલ મૂકીને તેનાથી બંધ કરી કોડિયાં મૂકીને ઘઉંનો લોટ બાંધીને તેને સીલ કરવું. અને થઈ ગયા પછી કોડિયું ખોલીને તેમાં કેળાંને મૂકીને મૂઠિયાં મૂકીને ફરી કોડિયું ઢાંકીને સીલ કરવું અને સગડી પર મૂકીને થઈ ગયા પછી નીચે ઉતારીને તેને ર્સિંવગ પ્લેટમાં કાઢીને ઉપરથી કોથમીર, કોપરાનું છીણ અને તલ નાંખી તેને જલેબી, જુવારના રોટલા અથવા ભાખરીની સાથે ગરમાગરમ સર્વ કરવું. |