ચોખાની કટલેસ
સામગ્રી
ચોખા – ૧ કપ, બટાકા – ૧ કપ (બાફીને ક્રશ કરેલા), પનીર – ૧ કપ (ક્રશ કરેલ), સેવ- ૨ મોટા ચમચા(તૈયાર), મગફળી – ૩ ચમચા (અધકચરી વાટેલી), કોથમીર – ૧ ચમચી (બારીક સમારેલી), કાજુના ટુકડા – ૨ ચમચા, મીઠું અને લાલ મરચું – સ્વાદ મુજબ, તેલ – તળવા માટેરીત
ચોખાને સાફ કરી ૨૦ મિનિટ સુધી અઢી કપ પાણીમાં પલાળો. એમાં ચમચી મીઠું અને એક નાની ચમચી તેલ નાખી ભાત બનાવો. ભાત ઠંડો થાય એટલે હાથ વડે મસળી લો. એમાં બટાકા, મીઠું અને મરચું ભેળવો. સેવનો ભૂકો કરી લો. પનીરમાં સેવ, મગફળી, કાજુના ટુકડા, કોથમીર અને લીલા મરચાં મિકસ કરો.હાથ પર તેલ લગાવી થોડું ભાતનું મિશ્રણ લો. તેને હથેળીમાં ફેલાવી વચમાં પનીરવાળું મિશ્રણ મૂકી બંધ કરી તેને કટલેસનો અથવા તમને મનગમતો આકાર આપો. જયારે બધી કટલેસ તૈયાર થઇ જાય ત્યારે તેલમાં બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો. ગરમ ગરમ કટલેસને ટામેટાના સોસ કે કોથમીરની ચટણી સાથે સર્વ કરો.