બોર્નવીટા ચીકી

બોર્નવીટા ચીકી
સામગ્રી :
(૧) ૧૦૦ ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ (૨) ૧૦૦ ગ્રામ સિંગદાણાનો ભૂકો (૩) ૨૫ ગ્રામ કાજુના ટુકડા (૪) ૧/૨ વાટકી ખાંડ (૫) ૧-૧/૨ ચમચી બોર્નવીટા પાઉડર (૬) ૧ ચમચી ઘી.
રીત :
સૌપ્રથમ ખાંડને કડાઈમાં નાંખી ઓગાળો. સતત હલાવતા રહો. ત્યાર બાદ ટોપરાનું ખમણ, કાજુના ટુકડા, સિંગદાણાનો ભૂકો ત્રણે વસ્તુ ભેગી કરી તેમાં બોર્નવીટા પાઉડર ઉમેરી, બરાબર મિક્સ કરો. ત્યાર બાદ ઓગાળેલી ખાંડમાં આ બધું બરાબર ભેળવી દો. બરાબર મિક્સ થાય પછી તેને પ્લેટફોર્મ ઉપર ઘી લગાડીને પાથરી દો. વાટકી વડે દબાવી પાતળી કરીને વેલણથી વણી કાપા પાડો. પછી ઉપયોગમાં લો.

Leave a Reply