ચોકો ક્રીમ ગોલ ગપ્પે

૧૫-૨૦ નંગ ગોલગપ્પાની પૂરી (નમક વગરની), ૧/૨ કપ મીઠી બુંદી, ૧/૨ કપ ચોકલેટ ચીપ્સ, ૧/૪ કપ બદામ-પિસ્તાં- કાજુ ઝીણાં સમારેલા, ૧/૨ કપ સ્વિટ ક્રીમ, ૧/૨ કપ ચોકલેટ સોસ, ૧/૪ ટી.સ્પૂન કોફી પાઉડર, ૧/૨ કપ કોફી મિલ્ક શેક.
રીત :
ગોલગપ્પાની પૂરીમાં કાણાં પાડી તેમાં મીઠી બુંદી, ચોકલેટ ચીપ્સ તથા બદામ-પિસ્તાં- કાજુ ભરો. પછી તેમાં ક્રીમ તથા ચોકલેટ સોસ થોડો થોડો ભરો અને ત્યાર બાદ તેના પર કોફી પાઉડર છાંટી દો અને પ્લેટમાં ગોઠવી દો સાથે સાથે નાના કાચના ગ્લાસમાં કોફી શેક ભરીને રાખો. ખાતી વખતે દરેક પૂરીમાં કોફી શેક રેડીને ખાતાં જવાનું. છે ને... ! સ્વિટ ગોલગપ્પા... !