સુગરફ્રી કેક

સુગરફ્રી કેક
સામગ્રી : 
૩૦ ગ્રામ રાગીનો લોટ, ૩૦ ગ્રામ સોયાબિનનો લોટ, ૩૦ ગ્રામ થુલું, ૩૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ માખણ, ૧-૧/૨ કપ ખજૂર પલ્પ, ૩ ટે.સ્પૂન મધ, ૧૫૦ ગ્રામ ગાજરનું છીણ, ૧ ટે.સ્પૂન કિસમિસ, ૧ ટે.સ્પૂન કોકો પાઉડર, ૫ નંગ ખજૂરના ટુકડા, ૧ ટી.સ્પૂન વેનિલા એસેન્સ, ll ટી.સ્પૂન બેકિંગ પાઉડર, ll ટી.સ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, ચપટી મીઠું, ll કપ કોકોનટ મિલ્ક.
રીત : 
કોકો પાઉડર, ત્રણે લોટ, ઇનો, બેકિંગ પાઉડર, મીઠું બધું સાથે ચારથી પાંચ વખત ચાળી તેમાં થુલું, કિસમિસ, ખજૂર ટુકડા ભેળવવા.  માખણ, ખજૂરનો પલ્પ, મધ, વેનિલા એસેન્સ મિક્સ કરી તેમાં લોટનું મિશ્રણ, ગાજરનું છીણ ક્રમશઃ નાંખી કોકોનટ મિલ્ક નાંખી બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું. કેક ટીનમાં માખણ લગાડી કોરો લોટ છાંટી ડસ્ટિંગ કરી તૈયાર કરેલ મિશ્રણ નાંખી એક સરખું પાથરવું.  કૂકરને પાંચેક મિનિટ ગરમ કરી તેમાં કાંઠો મૂકી ઉપર કેક ટીન મૂકી (રિંગ અને વ્હિસલ કાઢી) ઢાંકણ ઢાંકી ગેસ પર ધીમના તાપે ૫૫થી ૬૦ મિનિટ રાખવું. કેક ટીનથી છૂટી પડે ત્યારે કેક તૈયાર થઈ સમજવી. આ કેકમાં રાગી, સોયા ફ્લોર, ઘઉંનું થુલું, ગાજર, ખજૂર, મધ નાંખેલ હોવાથી નાનાં બાળકો, વૃદ્ધો અને મધુપ્રમેહના દર્દીઓ માટે સુપાચ્ય, પૌષ્ટિક અને વળી સ્વાદિષ્ટ તો ખરી જ તેથી સૌ કોઈને આ કેક જરૂરથી ભાવશે. આ કેક સાથે સુગર ફ્રી આઈસક્રીમ ડ્રાયફ્રૂટ, મધ સાથે ડેઝર્ટ તરીકે પણ સર્વ કરી શકાય છે.

Leave a Reply