સામગ્રી : ધાણી - ૧૦૦ ગ્રામ, ખાંડ - ૧૦૦ ગ્રામ, દૂધ - ૧ લિટર, ચણા-૧૦૦ ગ્રામ, પનીર-૫૦ ગ્રામ, કાજુ, બદામની કતરણ-જરૂર મુજબ, કાજુ, બદામ પાઉડર-૧ ચમચી, એલચી પાઉડર-૧ ચમચી, ટોપરાનું છીણ-૧ ચમચી.
રીત : સૌપ્રથમ ધાણીને મિક્ષચરમાં ક્રશ કરીને સાઈડ પર રાખવી. ત્યારબાદ એક પેનમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ઉકળવા આવે ત્યારે તેમાં ધાણી ક્રશ કરેલી નાંખવી ને દૂધ ઘટ્ટ થઈને મલાઈ થવા આવે ત્યારે ઉતારીને બાજુ પર રાખવું. ચણાને મિક્ષચરમાં ક્રશ કરીને પનીર દૂધ મિક્સ કરી ચણાનો પાઉડર, એલચી પાઉડર, કાજુ પાઉડર, ટોપરાનું છીણ બધું મિક્સ કરીને ખૂબ જ મસળવું. એકદમ મુલાયમ થઈ જાય ત્યારબાદ તેના ગોળા વાળીને રાખો. રબડી ઠંડી કરીને તેમાં ગોળા નાખીને બાઉલમાં કાઢીને સર્વ કરો. બદામની કતરણથી ર્ગાિનશ કરી સર્વ કરવું.
|