ચણા, મમરા, ધાણીનો બર્ગર
સામગ્રી : ૧ વાટકો-ચણા, ૧ ૧/૧-વાટકો મમરા, ૧/૨ વાટકો - ધાણી, ૨ ચમચી-લીલું લસણ, ૨-૩ - ચમચી-કોથમીર, ૨-ગ્રીન મરચાં, ૩ પાઉંભાજીના પાઉં, મીઠું- સ્વાદ મુજબ.
રીત : સૌપ્રથમ ચણા અને મમરાને અલગ - અલગ પીસી નાખવા અને ધાણીને ૧૦-૧૫ મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી. પછી એને પણ પીસી નાખવી. પછી ત્રણેને ભેગું કરો એને ઢોકળાં જેવું પાણીમાં પલાળો. ૧૦ મિનિટ રહેવા દેવું. પછી એમાં ઝીણું સમારેલું લસણ, કોથમીર અને મરચાં નાખો. મીઠું ઉમેરવું. પછી એને નોન-સ્ટિક તવા પર નાના થર કરો. પેટીસ જેવું બનાવો એને અલગ મૂકી રાખો. પછી પાઉં ભાજીના પાઉં લઈને એને વચમાંથી કાપી વચમાં ગ્રીન ચટની લગાવો. પેટીસના બે ભાગ કરો અને એક ભાગ મૂકી એના ઉપર ટોમેટો સોસ લગાવો. એના ઉપર પેટીસનો બીજો ભાગ મૂકો એના ઉપર ગ્રીન ચટની લગાવો. એને નોનસ્ટિક પર ઘી નાખી ઘી ગરમ થાય એમાં તલ નાંખી પેટીસ વડાંપાઉં મૂકીને શેકવા. બે બાજુ શેકીને વચમાંથી કાપી નાખો. ત્રણેને એવી રીતે બનાવીને સર્વ કરો.ગ્રીન ચટની, સોસ સાથે.
* એમાં કાંદા, ચીઝ પણ નાંખી શકાય. |