ડ્રાય ફ્રુટ ચીકી

ડ્રાય ફ્રુટ ચીકી 

yummy chikki with the goodness of dry fruit.

ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટેની સામગ્રી:

૧ કપ ખાંડ
૧/૪ કપ કાજુ નો અધકચરો ભૂકો
૧/૪ કપ અખરોટ નો અધકચરો ભૂકો
૧/૪ કપ બદામ નો અધકચરો ભૂકો
૧/૪ કપ પીસ્તા નો અધકચરો ભૂકો
૧/૪ ટી.સ્પૂન કેસર ના રેસા

ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા માટેની રીત:

સૌપ્રથમ કાજુ,બદામ,અખરોટ અને પીસ્તા ને ઘી કે બટર
મૂકી શેકી લેવા.અને પછી તેનો અધકચરો ભૂકો કરી સાઈડ
પર રાખવો.
હવે એક નોન સ્ટીક કઢાઈ માં ખાંડ લઇ ગરમ કરી તેનો પાયો કરો,
પાયો થઇ જાય એટલે તેમાં કાજુ,બદામ,પીસ્તા,અખરોટ અને કેસર
નાખી તરત જ ગેસ બંધ કરી હલાવી લો.
હવે તેને ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવો કરી વેલણ થી
વણી લો,થોડું ઠંડુ થાય એટલે તવેથા થી ઉખાડી કટર થી કપ કરી લો.
બરોબર ઠંડુ થઇ જાય એટલે ટુકડા કરી એર ટાઈટ ડબા માં ભરી લો.
*એક વખતે એક કપ થી વધારે ન લેવું નહીતો પાતળી વણવા
માં મુશ્કેલી થશે.

*પાયો થયો છે કે નહિ તે ચેક કરવા માટે એક વાડકી માં પાણી રાખવું
જયારે પાણી માં ખાંડ  ના પાયા ની ગોળી બની જાય ત્યારે સમજવું
કે પાયો થઇ ગયો છે.

*લુવો કરતા પહેલા હાથ ઘી વાળો કરવાથી ઓછું ગરમ લાગશે.
*વણતા પહેલા વેલણ પર પણ ઘી લગાવી દેવું.
*થાળી અને વેલણ ને ઘી લગાવી ને અગાઉ થી જ તૈયાર રાખવું.

Leave a Reply