ચાઇનીસ ભજીયા

ચાઇનીસ ભજીયા 

ચાઇનીસ ભજીયા બનાવવા માટેની સામગ્રી:
૩/૪ કપ કોર્ન ફ્લોર
૩/૪ કપ મેંદો
૨ નંગ કેપ્સીકમ
૧ નાનું ફ્લાવર
૨ નંગ ગાજર
૨ નંગ ડુંગળી
સ્વાદ પ્રમાણે મીઠું
૧ નાનો કટકો આદુ
૫ થી ૬ કળીલસણ
૧ ટેબ.સ્પૂન વિનેગર
૧ ટી.સ્પૂન સોયા સોસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૨ ટેબ.સ્પૂન લીલું લસણ
તળવા માટે તેલ
સર્વ કરવા માટે:
હોટ સોસ
રેડ ચીલી સોસ
pre preparation:
ચાઇનીસ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ
કેપ્સીકમ ને ધોઈ તેમાંથી બીયા કાઢી તેના જાડા લાંબા કે ચોરસ ટુકડા કરો.
ગાજર ને ધોઈ છોલી તેના પણ લાંબા કે ચોરસ ટુકડા કરો.
ફ્લાવર ને ધોઈ તેના ફૂલ છુટા કરો.
ડુંગળી ના પણ લાંબા કે ચોરસ ટુકડા કરો.
(દરેક ની સાઈઝ અને શેપ સરખા હોવા જોઈએ.)
આદુ અને લસણ ની પેસ્ટ કરી લેવી.
લીલા લસણ ના પાન ને ઝીણા સમારી લો.

હોટ સોસ બનાવવા માટેની સામગ્રી:

૨ થી ૩ કળી લસણ (ક્રશ કરેલું)
૧ કપ પાણી
૩ ટેબ.સ્પૂન રેડ ચીલી સોસ
૩ ટેબ.સ્પૂન ટોમેટો કેચપ
૨ ટી.સ્પૂન કોર્નફલોર
સ્વાદ પ્રમાણે મીઠું
૧ ટી.સ્પૂન તેલ
૧/૨ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ

હોટ સોસ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં લસણ સાંતળો,ત્યારબાદ તેમાં
પાણી નાખી,ચીલી સોસ અને ટોમેટો કેચપ તથા સ્વાદ પ્રમાણે મીઠું નાખો.
હવે તેમાં કોર્ન ફ્લોર માં ૨ ટેબ.સ્પૂન પાણી નાખી તૈયાર કરેલી સ્લરી નાખી,
સતત હલાવતા રહો.ગેસ બંધ કરી ઉપરથી ચીલી ફ્લેક્સ નાખી હલાવી લો
ચાઇનીસ ભજીયા બનાવવા માટેની રીત:
ચાઇનીસ ભજીયા નું ખીરું બનાવવા માટે:
કોર્ન ફ્લોર અને મેંદો ભેગો કરો,તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર,આદુ -
લસણ ની પેસ્ટ,ચીલી સોસ,સોયા સોસ અને વિનેગર અને લીલું લસણ
નાખી હલાવી લો.જરૂર પ્રમાણે પાણી નાખી જાડું ખીરું તૈયાર કરો.
હવે એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં તૈયાર કરેલા શાક ને ખીર માં
બોળી તળી લો.
ગરમ ગરમ
ચાઇનીસ ભજીયા ને કિચન ટીસ્યુ પર લઇ ને તરત જ
રેડ ચીલી સોસ અને હોટ સોસ સાથે સર્વ કરો.

Leave a Reply