ટોમેટો જ્યુસ

ટોમેટો જ્યુસ 

ટોમેટો જ્યુસ  બનાવવા માટેની સામગ્રી:
૪ નંગ પાકા લાલ ટામેટા
૧ નંગ નારંગી
૫ થી ૭ ટેબ.સ્પૂન દળેલી ખાંડ
૧ ટી.સ્પૂન શેકેલા જીરું નો પાવડર
૧/૪ ટી.સ્પૂન મરી પાવડર
ચપટી સંચળ
સ્વાદ પ્રમાણે મીઠું
૧ કપ પાણી
ક્રશ્ડ આઈસ

ટોમેટો જ્યુસ બનાવવા માટેની રીત:
pre preparation:
ટોમેટો જ્યુસ બનાવવા માટે સૌ પ્રથમ ટામેટા ને ધોઈ કટકા કરી વધારાના બીયા કાઢી લો.
ત્યારબાદ તેમાં પાણી નાખી મિક્સર માં ક્રશ કરી લો.તેને ૫ થી ૭ મિનીટ માટે ઉકાળી લો અને
ઠંડો કરવા મૂકી દો.તેમાં લીંબુ નો રસ મીઠું અને દળેલી ખાંડ નાખો.સાઈડ પર રાખો.
નારંગી નો જ્યુસ કાઢી લો.
રીત:
ટોમેટો જ્યુસ બનાવવા માટે ૧ ગ્લાસ માં તૈયાર કરેલો ટોમેટો જ્યુસ,ઓરેન્જ જ્યુસ રેડી
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,મરી પાવડર અને સંચળ પાવડર નાખી ક્રશ્ડ આઈસ નાખી સર્વ કરો.

**ઓરેન્જ જ્યુસ ન નાખવો હોય તો એકલો ટોમેટો જ્યુસ પણ સારો લાગે છે.

Leave a Reply