બેબી કોર્ન પિત્ઝા

બેબી કોર્ન પિત્ઝા

સામગ્રીઃ 
બેબી પિત્ઝા પાંચથી છ નંગ.
ટોપિંગ માટેઃ સમારેલ કેપ્સીકમ બે નંગ, સમારેલા ટામેટા ૧/૨ કપ, બાફેલી બેબી કોર્ન (અમેરિકન) ૧/૪ કપ, ખમણેલ ચીઝ એક કપ.
ગ્રેવી માટેઃ ખમણેલ કાંદા બે નંગ, લસણની પેસ્ટ ચાર ચમચી. ટોમેટો સોસ ૧/૨ કપ, ગરમ મસાલો એક ચમચી, દળેલી સાકર એક ચમચી, લાલ મરચું ત્રણ ચમચી, મીઠું રુચિ મુજબ, પીસેલા આદું-મરચાં બે ચમચી. (તમામ સામગ્રી મિક્સ કરી બે મિનિટ ગરમ કરવી)
રીતઃ 
(૧) બેબી પિત્ઝાને સ્ટાર શેઇપમાં તથા મનપસંદ શેઇપમાં પિત્ઝા કટરથી કાપવા. ત્યારબાદ ઓવનમાં એક મિનિટ બંને બાજુ ગ્રીલ કરવા અને ગ્રેવી લગાવવી. (૨) ત્યારબાદ ટોપિંગની સામગ્રી ઉપર સ્પ્રેડ કરવી. (૩) ખમણેલ ચીઝ પણ સ્પ્રેડ કરવું. ઓવનમાં ફરી બે મિનિટ મીડિયમ હાઈ પર રાખવું. અને ગરમ ગરમ સર્વ કરવા.

Leave a Reply