એગલેસ ચોકલેટ મુસ

એગલેસ ચોકલેટ મુસ

a chocolaty moose without eggs

એગલેસ ચોકલેટ મુસ બનાવવા માટેની સામગ્રી:

૧ કપ(૧૨૫ ગ્રામ) ડાર્ક કુકિંગ ચોકલેટ
૨૦૦ ગ્રામ ક્રીમ
૨ ૧/૨ ટેબ.સ્પૂન વેનીલા custard પાવડર
૧ કપ પાણી
૧/૪ કપ ખાંડ
૨ ટી.સ્પૂન જીલેટીન (૧/૪ કપ પાણી માં ઓગળેલું)

ગાર્નીશિંગ માટે



whipped ક્રીમ
ચોકલેટ વેર્મેસીલી
ચોકલેટ ચિપ્સ
ચેરી


એગલેસ ચોકલેટ મુસ બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક માઇક્રોવેવ સેફ બાઉલ માં custard પાવડર,ખાંડ અને પાણી મિક્સ કરી ૨ થી ૩
મિનીટ માટે માઇક્રોવેવ કુક કરો.(જો માઇક્રોવેવ ન હોય તો નોન સ્ટીક માં ઘટ્ટ થાય ત્યાં સુધી કુક
કરવું.સતત હલાવતા રહેવું.)હવે તેમાં છીણેલી ચોકલેટ નાખી બરાબર મિક્સ કરો,હવે જીલેટીન
વાળા પાણી ને સહેજ ગરમ કરી તેમાં મિક્સ કરો.ત્યાર બાદ કરી ને બ્લેન્ડર થી ફેટી તેને પણ
મિશ્રણ માં મિક્સ કરો.બરાબર હલાવી લો. જો સિંગલ સર્વિંગ તૈયાર કરવું હોય તો નાના નાના
કાચ ના બાઉલ માં કાઢી ૩ થી ૪ કલાક ફ્રીઝ માં મુકો.(જો સિંગલ સર્વિંગ તૈયાર ન કરવું હોય તો
મોટા બાઉલ માં કાઢી ફ્રીઝ માં મુકો.આ પરિસ્થિતિ માં સેટ થતા થોડો વધારે સમય લાગશે.)
બરાબર સેટ થઇ જાય એટલે ફ્રીઝ માંથી કાઢી ઉપર થી ચેર,ચોકલેટ
ચિપ્સ,ચોકલેટ વેર્મેસીલી અને whipped ક્રીમ થી ગાર્નીશ કરી ઠંડું જ પીરસો.

Leave a Reply