આલું પાલક પૂરી

આલું પાલક પૂરી

આલું પાલક પૂરી બનાવવા માટેની સામગ્રી:
૧ નાની ઝૂડી પાલક
૧ નંગ નાનો કાંદો
૧ નંગ બટાકો
ચપટી ગરમ મસાલો
સ્વાદ પ્રમાણે મીઠું
૨ થી ૩ નંગ લીલા મરચા
૧ નાનો ટુકડો આદું
૧ ટેબ.સ્પૂન તેલ મોવણ માટે
ઘઉં નો લોટ જરૂર પ્રમાણે
તેલ તળવા માટે
સર્વ કરવા માટે:
મસાલા દહીં
pre preparation :
પાલક ના પણ ચુંટી આખા જ ધોઈ સમારી લો.
ડુંગળી ઝીણી સમારી લો.
બટાકા ને બાફી ને છીણી લો.
લીલા મરચા ઝીણા સમારી લો.
આદું ક્રશ કરી લો.
આલું પાલક પૂરી બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ એક પેન માં ૧ ટી.સ્પૂન તેલ મૂકી તેમાં આદું – મરચા નાખી ડુંગળી સાંતળી લો.
ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં પાલક ની ભાજી નાખી મીઠું નાખી ને ઢાંકી ને ચડવા દેવું.
ચડી ને વધારાનું પાણી બળી જાય એટલે ઠંડી થવા દેવી.ઠંડી થાય એટલે મિક્સર માં ક્રશ
કરી લેવી.તેમાં બાફેલું બટાકું અને તેના ભાગ નું મીઠું નાખી મિક્સ કરી લો.ત્યારબાદ તેને
સાઈડ પર રાખી દો,હવે તેમાં મોવણ માટેનું તેલ નાખી મિક્સ કરી જરૂર પ્રમાણે  ઘઉં નો લોટ નાખી
લોટ બાંધી દો.લોટ ના લુવા કરી તેમાંથી પૂરી વણી લો અને ગરમ તેલ માં તળી લો.
ગરમ ગરમ પૂરી મસાલા દહી સાથે સર્વ કરો.
મસાલા દહીં બનાવવા માટેની રીત:
દહીં ને વલોવી ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,લાલ મરચું પાવડર અને શેકેલા જીરું નો પાવડર નાખી
હલાવી લો.

Leave a Reply