એપલ પુડિંગ

એપલ પુડિંગ

a healthy pudding

એપલ પુડિંગ બનાવવા ની સામગ્રી:

૩ નંગ મોટા એપલ
૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૫૦ ગ્રામ મેંદો ૨૫ ગ્રામ બટર
૧/૨ ટી.સ્પૂન તજનો પાવડર
ચપટી જાયફળનો ભૂકો
૧ ટેબ સ્પૂન અખરોટ નો અધકચરો ભૂકો
૮ થી ૧૦ નંગ કીસમીસ
૧ ૧/૨ ટેબ.સ્પૂન ખાંડ
૧ કપ વેનીલા આઈસ્ક્રીમ
૧/૨ ટી.સ્પૂન બટર

એપલ પુડિંગ બનાવવાની રીત:

સફરજનને છોલીને પાતળી સ્લાઈસ કરવી.બેકિંગ ડીશમાં ૧/૨ ટી.સ્પૂન બટર લગાવી ઉપર સફરજન
ની સ્લાઈસ ગોઠવવી.લીંબુ નો રસ અને ખાંડ ભભરાવવા.તેની ઉપર તજ નો ભૂકો,જાયફળ નો ભૂકો તથા
કીસમીસ ભભરાવવી.હવે મેંદા માં બટર મેળવી દાણાદાર મિશ્રણ તૈયાર કરવું.સફરજન ઉપર પાથરવું.ગરમ ઓવન માં
મૂકી ૧૫ થી ૨૦ મિનીટ માટે બેક કરવું.છેલ્લી ૩ મિનીટ ઉપર ની ગ્રીલ જ ચાલુ રાખવી. ડીશ બહાર કાઢી થોડી ઠરે પછી વેનીલા આઈસ્ક્રીમ પાથરવો.આઈસ્ક્રીમ ઓગળશે અને હુંફાળું પુડિંગ તૈયાર
થશે.તરત જ પીરસવું.

Leave a Reply