આલુ - છોલે બોલ્સ

આલુ - છોલે બોલ્સ


 
સામગ્રી :
૧/૨ કપ-કાબુલી ચણા, ૨ બટાકા - (૨૦૦ ગ્રામ), ૧/૨ ટી. સ્પૂન-તાજો ખાંડેલો સફેદ મરીનો ભૂકો, ૩થી ૪ ટેબલ સ્પૂન-ઝીણો સમારેલો ફુદીનો, ૨ ટેબલસ્પૂન-રવો, ૧/૮ ટી. સ્પૂન-હળદર, ૧ ૧/૨ ટેબલસ્પૂન- કોર્નફ્લોર,૩ ટેબલ સ્પૂન પાણી, મીઠું-સ્વાદ મુજબ, તેલ-તળવા માટે.
રીત :
સ્ટફિંગ બનાવવા
૨ બી કાઢી ઝીણાં સમારેલાં ટામેટાં, ૧ ૧/૨ ટી. સ્પૂન-લાલ મરચું, ૩/૪ ટી. સ્પૂન ચાટ મસાલો, ૧/૨ ટી. સ્પૂન-ખાંડ (મરજિયાત), મીઠું-જરૂર મુજબ.
સાથે સર્વ કરવા
કોથમીર, ફુદીનો, આદુ-મરચાં, દાળિયાનો ભૂકો, દહીં, મીઠું મિક્સ કરી વાટેલી ચટણી.
રીત :
(૧) કાબુલી ચણા રાત્રે પલાળવા. સવારે જરૂર પૂરતું પાણી, મીઠું અને હળદર નાંખી કૂકરમાં ચણા ૫ વ્હિસલે બરાબર બાફી લેવા. પાણી નીતારી અલગ રાખવા.
(૨) બટાકાને કોરા બાફવા. છાલ કાઢી છીણી લેવા.
(૩) પાણી નીતરેલા ચણાને પણ બરાબર સ્મેશ કરી લેવા. તેમાં બટાકા, ઝીણો સમારેલો ફુદીનો, મરીનો ભૂકો, રવો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી માવો બનાવી લેવો.
(૪) સ્ટફિંગ બનાવવા ઝીણાં સમારેલાં ટામેટાંમાં લાલ મરચું, ચાટ મસાલો, ખાંડ અને જરૂર પૂરતું જ મીઠું નાંખી મિક્સ કરી લેવું. (ચાટ મસાલો ઉમેર્યો હોવાથી મીઠું જોઈતું જ નાંખવું).
(૫) ચણા - બટાકાના માવાના એક સરખા ૧૨થી ૧૪ ભાગ કરવા. દરેક ભાગનો ગોળો વાળી ચપટો કરવો. વચ્ચે ટામેટાંનું થોડું પૂરણ ભરી ફરી બોલ વાળી લેવો. કોર્નફ્લોર અને પાણીનું પાતળું ખીરું બનાવી લેવું. તૈયાર કરેલા બોલ્સ તેમાં બોળી ગરમ તેલમાં ધીમી આંચે આછા બદામી રંગના તળી લેવા.
(૬) ગરમ છોલે - બટાકાના બોલ્સ ચટણી સાથે સર્વ કરવા.

Leave a Reply