પાવ ભાજી પરાઠા

પાવ ભાજી પરાઠા

a paratha with the yummy test of bhaji

પાવ ભાજી પરાઠા બનાવવા માટેની સામગ્રી:

૧ નંગ નાનો કાંદો ઝીણો સમારેલો
૨ થી ૩ કળી લસણ ની ક્રશ કરેલી
૧ નંગ નાનું ટમેટું ઝીણું સમારેલું
૧ ટેબ.સ્પૂન બાફેલું ફ્લાવર
૧ નાનું બટકું બાફેલું
૧ ટેબ.સ્પૂન બાફેલું ગાજર
૧ ટેબ.સ્પૂન બાફેલી કોબીજ
૧ ટી.સ્પૂન ઝીણું સમારેલું કેપ્સીકમ
૧ ટેબ.સ્પૂન બાફી ને મેશ કરેલા વટાણા
૧ ટેબ.સ્પૂન ઝીણી સમારેલી કોથમીર
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૪ ટી.સ્પૂન હળદર
૧ ટેબ.સ્પૂન લાલ મરચું પાવડર
૧ ટેબ.સ્પૂન પાવ ભાજી નો મસાલો
૨ ટી.સ્પૂન તેલ
૧ કપ ઘઉં નો લોટ
બટર પરાઠા શેકવા માટે
સર્વ કરવા માટે:
કાંદા ટમેટા નું સલાડ
દહીં

પાવ ભાજી પરાઠા બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં ડુંગળી અને લસણ સાંતળી લો.બન્ને સંતળાઈ
જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરી બરોબર ખદખદવા દો.ત્યાર બાદ તેમાં
બાફેલું બટકું,ગાજર,ફ્લાવર,કોબીજ ,વટાણા અને કેપ્સીકમ ઉમેરી તેમાં સ્વાદ પ્રમાણે
મીઠું,લાલ મરચું,હળદર અને પાવ ભાજી મસાલો ઉમેરો.મસાલો થોડોક આગળ પડતો
રાખવો અને પાણી ન નાખવું લચકા પડતું રાખવું.હવે તેમાં ૧ ટેબ.સ્પૂન તેલ ઉમેરી
ઠંડુ પડે એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.
લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા.
તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ જ દહીં અને કાંદા,ટામેટા ના સલાડ
સાથે સર્વ કરો.
good for lunch box also.

Leave a Reply