હરિયાળી સ્ટફ બેઈક્ડ ઊંધિયું![]() સામગ્રી સ્ટફિંગ માટે : ૧૦૦ ગ્રામ-લીલા ચણા (ઝીંઝરા), ૧૦૦ ગ્રામ-વટાણા, ૧૦૦ - લીલી તુવેર, ૨ ચમચી-લીલું લસણ, ૧ ચમચી આદું-મરચાં,૦ll કપ કોથમીર,૦ll કપ મેથી, ૧ ચમચી-મરચાંની ભૂકી, ૦l ચમચી-હળદર, ૦l ચમચી-હીંગ, ૦ll ચમચી-ગરમ મસાલો, ૦ll લીંબુ-૧ મોટી ચમચી ખાંડ, ૨ ચમચી-માંડવીના બીનો ભુક્કો (સીંગદાણા), સ્વાદઅનુસાર-મીઠું.ઢોકળી માટે : ૧ કપ-મેથી ઝીણી સમારેલી, ૦ll કપ-કોથમીર, ૧ વાટકો-ચણાનો લોટ, મીઠું સ્વાદ અનુસાર, ચપટી ખાવાનો સોડા, ૦l ચમચી હીંગ, ૦l ચમચી-હળદર, ૦ll ચમચી-મરચાની ભૂકી, ૦ll ચમચી-ગરમ મસાલો, ૨ ચમચી-મોણ માટે તેલ.શાક માટે સામગ્રી : ૨૦૦ ગ્રામ-નાની બટેટી, ૨૦૦ ગ્રામ-નાની રીંગણી, ૧૦૦ ગ્રામ ભીંડો, ૨ નંગ-કાચાં કેળાં, ૨ નંગ-ગલકાં, ૨ નંગ તુરિયાં-૧૦૦ ગ્રામ ટીંડોરા, ૧૦૦ ગ્રામ કેપ્સીકમ મરચાં, ૧૦૦ ગ્રામ-પાપડી વાલોર, ૧૦૦ ગ્રામ-ફ્લાવરનાં ફૂલ છૂટાં કરેલા, (૧ વાટકો વાલ, વટાણા, લીલી તુવેરના દાણા, લીલા ચણા) (૧ નાનો વાટકો મિક્સ ગુવાર, વાલોર, લીલી ચોળી) બારીક સમારેલી-૩ મોટા ચમચા, શાક માટે-તેલ.રીત સ્ટફિંગ માટે : ચણા, વટાણા, તુવેર, લીલું લસણ, આદું મરચાં એ બધું મિક્સરમાં ક્રશ કરી લો પછી તેમાં ટોપરાનું ખમણ, માંડવીનાં બીનો ભૂકો, મેથી, કોથમીર અને બધો મસાલો, લીંબુ, મીઠું નાખીને બરાબર મિક્સ કરો.ઢોકળી માટે : મેથી, કોથમીરમાં મીઠું અને ખાવાનો સોડા નાખીને બધું મિક્સ કરો. પછી મેથીમાંથી પાણી છૂટવા લાગે ત્યારે ચણાનો લોટ, બધો મસાલો, લીંબુ, મોણ માટે તેલ નાખી જોઈતું પાણી નાખી ઢોકળીનો લોટ બાંધી ને મીડિયમ ઢોકળી લંબગોળ વાળી ગરમ તેલમાં તળી લો. શાક માટે : બટેટીની છાલ ઉતારી ઊભો કાપો પાડો અને બટેટીને ઊલટી કરી ઊભો કાપો પાડો હવે રીંગણી, ભીંડો, મરચાં, ગલકાં, તુરિયાં, ટીંડોરામાં ઊભો કાપો પાડો. કેળાંના ગોળ પીસ કરો તેમાં ઊભો કાપો પાડો. વાલોરને એક સાઈડથી ખોલી નાખો. આ બધામાં હરિયાલી સ્ટફિંગ ભરો. હવે એક માઈક્રોવેવ બાઉલમાં નીચે બટેટી, રીંગણી એમ બધું ગોઠવો, તેના ઉપર ફ્લાવરનાં ફૂલ ગોઠવી બારીક સમારેલું શાક ને દાણા નાખીને વધેલા સ્ટફિંગમાં ૧ ગ્લાસ પાણી નાખીને તે પણ શાક ઉપર નાખી દો. પછી તેની ઉપર તેલ નાખીને ૧૫ મિનિટ બેક કરો પછી હળવેથી શાકને હલાવીને ઢોકળી નાખી શાકને ફરીથી હાઈ ટેમ્પ્રેચર ઉપર રાખીને ૧૫ મિનિટ બેક કરો પછી કોથમીર છાંટીને ગરમાગરમ હરિયાળી સ્ટફ બેઈક્ડ ઊંધિયું સર્વ કરો. |