મિક્સ ફ્રુટ જામ
મિક્સ ફ્રુટ જામ બનાવવા માટેની સામગ્રી:
૫૦૦ ગ્રામ પાઈનેપલ ના ટુકડા૨૫૦ ગ્રામ સફરજન ના ટુકડા
૨૫૦ ગ્રામ પાકી ગળી કેરી ના ટુકડા
૭૫૦ ગ્રામ ખાંડ
૫ થી ૧૦ ગ્રામ સાઇટ્રિક એસીડ
ચપટી એલચી નો ભૂકો
મિક્સ ફ્રુટ જામ બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ પાઈનેપલ,સફરજન અને કેરી ને છોલી ને તેના ટુકડા કરવા.બધા ને ભેગાકરી મિક્સર માં ક્રશ કરવા.માવો બનાવવો.તેમાં ખાંડ અને પાણી માં ઓગળેલું સાઇટ્રિક
એસીડ નાખી તાપ પર મુકવું,બરાબર ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી લો.
ઠંડુ પડે એટલે પહોળા મોઢા ની કાચ ની બોટલ માં ભરી લો.