પોટેટો પિત્ઝા

પોટેટો પિત્ઝા

સામગ્રી
બટાકા(બાફેલા) - ૬થી ૭ મધ્યમ કદના, લસણ - ૨થી ૩ કળી, દૂધ(હૂંફાળું) - અડધો કપ, મીઠું - સ્વાદ પ્રમાણે, ઓલિવ ઓઈલ - ૩ ટેબલસ્પૂન
ટોપિંગ માટે
ટોમેટો પ્યુરી - ૧ કપ, ઓલિવ ઓઈલ - ૨ ટેબલસ્પૂન, લસણ - ૩થી ૪ કળી(ક્રશ કરેલું), ટોમેટો કેચઅપ - અડધો કપ, તાજા તુલસીના પાન - ૩-૪, ગ્રીન ઓલિવ્સ(બિયાં કાઢી અને સ્લાઈસ કરેલા) - ૮થી ૧૦, મોઝેરેલા ચીઝ(છીણેલું) - ૧ કપ, હેલેપીનો ચીલીઝ(સ્લાઈસ) - ૨, ગ્રીન કેપ્સિકમ(સમારેલા) - ૧ મધ્યમ, મીઠું - સ્વાદ પ્રમાણે, કાળા મરી(ક્રશ કરેલા) - ૧૦થી ૧૨
રીત
બાફેલા બટાકાના માવામાં લસણ, દૂધ, મીઠું અને એક ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ નાખો. તેને સૂપ સ્ટ્રેનર એટલે કે પૂરણ યંત્રમાંથી કાઢી લો. પછી તેને બે ભાગમાં વહેંચી લો. * ટોપિંગ માટે, એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરો. તેમાં લસણ નાખી અડધી મિનિટ માટે સાંતળો. તેમાં ટામેટાંની પ્યુરી નાખી ત્રણથી ચાર મિનિટ માટે સાંતળો. તેમાં ટોમેટો કેચઅપ નાખી ખદખદવા દો. પછી તેને ઠંડુ થવા દો. * ઓવનને ૨૦૦ ડિગ્રી ટેમ્પરેચર પર પ્રીહિટ કરો. * મોટા પિત્ઝા પેનમાં બટાકાનું અડધું મિશ્રણ એકસરખું પાથરો. * પોટેટો બેઝ પર ટોમેટો સોસ રેડો અને તેની પર તુલસીના પાનના ટુકડા, ઓલિવ્ઝ, મોઝેરેલા ચીઝ, હેલેપીનો ચીલીઝ, કેપ્સિકમ, મીઠું અને ક્રશ કરેલા મરી નાખો. * તેની ઉપર બટાકાના મિશ્રણનું પડ પાથરો. તેની પર બ્રશ વડે બાકીનું ઓલિવ ઓઈલ લગાવો.* આ પેનને ઓવનમાં ૨૦થી ૨૫ મિનિટ માટે બેક કરવા મૂકો અથવા ઉપરનું પડ ગોલ્ડન બ્રાઉન થવા દો. * ઓવનમાંથી બહાર કાઢી તેના ટુકડા કરી તરત જ સર્વ કરો

Leave a Reply