વેજીટેબલ રવા ઈડલી

વેજીટેબલ રવા ઈડલી

વેજીટેબલ રવા ઈડલી  માટેની સામગ્રી:

૧ કપ રવો, ૧ કપ છાશ
૧/૨ ચમચી ચણા ની દાળ
૧/૨ ચમચી અડદ ની દાળ
૪ થી ૫ નંગ લીમડા ના પાન
૧ ચમચી કોથમીર
૧ ચમચી ઝીણા સમારેલા ગાજર
૧ ચમચી ઝીણા સમારેલા કેપ્સીકમ
૧ ચમચી ઝીણી સમારેલી કોબીજ
૧ ચમચી તેલ, ૧/૪ ચમચી રાઈ
૧ ચમચી આદુ મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું
ચપટી ખારો, ચપટી લાલ મરચું

વેજીટેબલ રવા ઈડલી બનાવવાની રીત:

સૌ પ્રથમ રવા અને છાશ ને ભેગું કરી અડધો કલાક પલાળી રાખો.  હવે  નાની તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ નો વઘાર કરો.
પછી અડદ ની દાળ અને ચણા ની દાળ નાખી સાંતળી લીમડા ના પાન નાખી ગેસ બંધ કરો. હવે પલાળેલા રવા માં વઘાર નો મસાલો
તથા આદુ, મરચા, મીઠું અને બાકી ના શાકભાજી નાખી બરાબર હલાવી લો. હવે તેમાં ચપટી ખારો નાખી બરોબર ફીણી ઈડલી ના
સ્ટેન્ડ માં મૂકી દો. દસ થી પંદર મિનીટ માટે વરાળ થી બાફી દો.
થોડી ઠંડી થાય એટલે બહાર કાઢી, લાલ મરચું ભભરાવી નાળીયેર ની ચટણી સાથે પીરસવી.

Leave a Reply