એગલેસ સ્ટ્રોબેરી સુફ્લે

એગલેસ સ્ટ્રોબેરી સુફ્લે


એગલેસ સ્ટ્રોબેરી સુફ્લે બનાવવા માટેની સામગ્રી:

૫૦ ગ્રામ સ્ટ્રોબેરી જેલી crystals
(૧/૨ કપ જેલી બનાવવા માટેનું મિક્સ)
૧ કપ પાણી
૫ ટી.સ્પૂન દળેલી ખાંડ
૧/૨ કપ દૂધ
૨ ટી.સ્પૂન લીંબુ નો રસ
૧ કપ ફ્રેશ સ્ટ્રોબેરી નો પલ્પ
૧ ૧/૨ કપ ક્રીમ
૧/૨ ટી.સ્પૂન લીંબુ ની છાલ

ગાર્નીશિંગ માટે

whipped ક્રીમ
સ્ટ્રોબેરી ની સ્લાઈસ

એગલેસ સ્ટ્રોબેરી સુફ્લે બનાવવા માટેની રીત:

એક પેન માં પાણી ગરમ કરવા મુકો બરાબર ઉકળે એટલે ગેસ બંધ કરી તેમાં
જેલી crystals ઓગાળો.બરોબર ઓગળી જાય એટલે તેને રૂમ ના તાપમાન પર
લાવી પછી ફ્રીઝ માં મુકો.જયારે જેલી અડધી સેટ થઇ જાય ત્યારે તેને બહાર કાઢી
તેમાં દૂધ,ખાંડ,લીંબુ નો રસ,સ્ટ્રોબેરી પલ્પ,ક્રીમ અને લીંબુ ની છાલ નો ભૂકો કે છીણ
નાખી હળવું બ્લેન્ડર ફેરવી સારી રીતે મિક્સ કરો.નાના નાના કાચ ના બાઉલ માં ભરી
ફરી ફ્રીઝ માં મૂકી દો.૨ કલાક પછી સેટ થઇ જાય એટલે whipped ક્રીમ અને ફ્રેશ સ્ટ્રોબેરી
ની સ્લાઈસ થી ગાર્નીશ કરી સર્વ કરો.
*જો ખાટું ઓછું જોઈતું હોય તો લીંબુ નો રસ અને લીંબુ ની છાલ ન નાખવી.
*ચિલ્ડ જ સર્વ કરવું.

Leave a Reply