કાબૂલી ચણા અને ટામેટાંનો સૂપ

કાબૂલી ચણા અને ટામેટાંનો સૂપ
સામગ્રી : 
૧ કપ-પલાળીને ફુલાવેલા કાબૂલી ચણા, ૨ મધ્યમ કદની-ડુંગળી, ૧ ચમચો-મેંદો, ૧૦૦ ગ્રામ-ટામેટાંનો રસ, ૧ ચમચો-સમારેલી કોથમીર, ૧ ચમચી-મીઠું, ૧ ચમચી -વાટેલો ગરમ મસાલો, ૨ ચમચા-માખણ.
રીત : 
 સૌપ્રથમ પલાળીને ફુલાવેલા કાબૂલી ચણામાં મીઠું અને ગરમ મસાલો નાખી ૪ કપ પાણી રેડી ઉકાળો. ડુંગળીને ચોરસ ટુકડામાં બારીક સમારો. માખણ ગરમ કરી, તેમાં ડુંગળીને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. પછી મેંદો નાંખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં ટામેટાં અને ચણાનો રસ રેડી ઉકાળો. તે પછી ઠંડું થાય એટલે મિક્સીમાં ક્રશ કરો અને ફરી ૧૦ મિનિટ સુધી ઉકાળો. કોથમીર અને બાફેલા ચણા નાંખી તળેલી બ્રેડ સાથે પીરસો.

Leave a Reply