મિક્સ વેજિટેબલ ઢોકળા
સામગ્રી
ચોખા – ૧૫૦ ગ્રામ, લસણ – ૧૦ ગ્રામ, અડદની દાળ – ૫૦ ગ્રામ, તેલ – ૧ ચમચી, મરચું – ૧ ચમચી, લીંબુનો રસ – ૧ ચમચી, દહીં – ૫૦ ગ્રામ, ફ્રૂટ સોલ્ટ – ૧૦ ગ્રામ, મીઠું – સ્વાદ મુજબરીત
ચોખા અને અડદની દાળને ભેગાં કરી આખી રાત પલાળી રાખો. પછી બધું પાણી નિતારી લો. તેમાં દહીં નાખી ગ્રાઇન્ડ કરી ઢોકળા માટેનું ખીરું તૈયાર કરો. બે કલાક સુધી રાખી મૂકો. લસણમાં મરચું અને લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી બાજુ પર રહેવા દો. હવે ખીરામાં ફ્રૂટ સોલ્ટ અને તેલ નાખી ખૂબ હલાવીને મિકસ કરો.અડધા ભાગના ખીરાને ઢોકળાના વાસણમાં પાણી ગરમ કરી વરાળથી દસ મિનિટ બાફી લો. આ બફાયેલા ખીરા પર લસણની પેસ્ટનો એકસરખો થર પાથરો. તેના પર બાકીનું ખીરું પાથરી ફરી દસ મિનિટ સુધી બફાવા દો. પછી તેને બહાર કાઢી ચોરસ ટુકડા કરો. લસણવાળા ટેસ્ટી ઢોકળા તૈયાર છે.