પાસ્તા સલાડ

પાસ્તા સલાડ 

પાસ્તા સલાડ બનાવવા માટેની સામગ્રી: ૧ કપ બાફેલા પાસ્તા
૧ નંગ નાનું ગાજર
૧ નંગ નાની કાકડી
૧ નંગ કેપ્સીકમ
૧ નાનું ટમેટું
૧/૨ નંગ સફરજન
૧/૨ નંગ નારંગી
૨ ટેબ.સ્પૂન ક્રીમ (સિંગલ  ફેટ નું)
સ્વાદ પ્રમાણે મીઠું
૧/૨ ટી.સ્પૂન મરી પાવડર

ગાર્નીશિંગ માટે:
ફુદીના ના પાન
pre preparation :
પાસ્તા સલાડ બનાવવા માટે સૌ પ્રથમ પાસ્તા ને બાફી લો.
પાસ્તા બાફવા માટે ૧ કપ પાસ્તા હોય તો ૨ ૧/૨ કપ પાણી લઇ
તેમાં ૧ ટેબ.સ્પૂન તેલ અને મીઠું નાખી પ્રેસર કૂકર માં ૧ વ્હીત્સ્લ વગાડી દેવી.
મેંદા ના પાસ્તા ને બફાતા વધારે વાર લાગશે જયારે સોજી ના પાસ્તા જલ્દી બફાઈ
જશે.શંખ કે બો શેપ ના પાસ્તા  લઇ શકાય.બફાયેલા પાસ્તા ને ઉકળતા પાણી માંથી
બહાર કાઢી નળ ના પાણી વડે ધોઈ પાણી માં ડુબાડી રાખવા જરૂર હોય ત્યારે જ
ગરણી માં ગાળી ને વાપરવા.પાસ્તા વધારે ન બફાઈ જાય તેનું ધ્યાન રાખવું.
ગાજર,કાકડી,ટમેટું અને કેપ્સીકમ ને ધોઈ પાસ્તા ની સાઈઝ પ્રમાણે પીસ કરવા.
ટામેટા ના બીયા અને રસો કાઢી લેવો.
સફરજન ને પણ ધોઈ સમારી લેવું.
નારંગી ની પેશી સાફ કરી ટુકડા કરી લેવા.
ક્રીમ માં રાઈ નો પાવડર અને મીઠું તથા મરી પાવડર નાખી હલાવી લેવું.

પાસ્તા સલાડ બનાવવા માટેની રીત:
પાસ્તા સલાડ બનાવવા માટે સૌ પ્રથમ પાસ્તા ને પાણી માંથી બહાર કાઢી નીતરી લો
ત્યાર બાદ તેમાં તૈયાર કરેલા શાક અને ફ્રુટ નાખી હળવે હાથે હલાવી લો.ત્યારબાદ તેની
ઉપર તૈયાર કરેલું ક્રીમ રેડી હલાવી લો.તૈયાર સલાડ ને ફુદીના ના પાન વડે ગાર્નીશ કરી
ઠંડુ જ સર્વ કરો.

Leave a Reply