શીંગ ની ચીકી

શીંગ ની ચીકી

yummy shing chikki.

શીંગ ની ચીકી બનાવવા માટેની સામગ્રી:

૧ કપ શીંગ નો ભૂકો
૧ કપ છીણેલો ગોળ
ઘી થાળી ગ્રીસ કરવા માટે

શીંગ ની ચીકી બનાવવા માટે ની રીત:

સૌ પ્રથમ શીંગ ને શેકી ,છોડા કાઢી ચીલી કટરમાં ભૂકો કરી
લો.
ત્યારબાદ એક નોન સ્ટીક કઢાઈમાં છીણેલો ગોળ નાખી ધીમે
તાપે ઓગળવા દો,પાયો થવા દો.વચ્ચે વચ્ચે
ચેક કરતા રહો,પાયો થઇ જાય એટલે તેમાં શીંગ નો ભૂકો
નાખી ગેસ બંધ કરી બરોબર હલાવી લો.પછી તરત જ તેને
ગ્રીસ કરેલી થાળી કે આડણી પર મૂકી લુવા જેવું બનાવી વેલણ
નો મદદ થી પાતળી વણી લો.થોડી ગરમ હોય ત્યારે જ તવેથા થી
ઉખાડી કપ કરી લો.બરોબર ઠંડી થાય પછી કટ કરી એંરટાઈટ ડબા
માં ભરી લો.
*એક વખતે એક કપ થી વધારે ન લેવું નહીતો પાતળી વણવા
માં મુશ્કેલી થશે.

*પાયો થયો છે કે નહિ તે ચેક કરવા માટે એક વાડકી માં પાણી રાખવું
જયારે પાણી માં ગોળ ના પાયા ની ગોળી બની જાય ત્યારે સમજવું
કે પાયો થઇ ગયો છે.

*લુવો કરતા પહેલા હાથ ઘી વાળો કરવાથી ઓછું ગરમ લાગશે.
*વણતા પહેલા વેલણ પર પણ ઘી લગાવી દેવું.
*થાળી અને વેલણ ને ઘી લગાવી ને અગાઉ થી જ તૈયાર રાખવું.

Leave a Reply