ચોકલેટ બનાના શેક

ચોકલેટ બનાના શેક 

ચોકલેટ બનાના શેક બનાવવા માટેની સામગ્રી:

૨ કપ દૂધ
૧ ટી.સ્પૂન કોકો પાવડર
૧ નંગ પાકું કેળું
૧ ટી.સ્પૂન ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર
૧ ટેબ.સ્પૂન ખાંડ
૪ થી ૫ ક્યુબ બરફ

ચોકલેટ બનાના શેક બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ એક મિક્સર જાર માં છોલી ને છુન્દેલું કેળું,ખાંડ,દૂધ ,કોકો પાવડર અને
ડ્રીન્કીંગ ચોકલેટ પાવડર નાખી ચર્ન કરો.પછી તેને ગરણી થી ગાળી લો.
હવે એક લાંબા ગ્લાસ માં થોડો બરફ નો ભૂકો નાખી તેની પર મિલ્ક શેક રેડો.
મિલ્ક શેક ને કેળા ની સ્લાઈસ અને કોકો પાવડર થી ગર્નીશ કરો.
ચિલ્ડ જ સર્વ કરો.
**આ શેક માં કોકો પાવડર,અને ડ્રીન્કીંગ પાવડર ની બદલે કોફી પાવડર નાખી શકાય.
**કેળા માં કેલ્સિયમ હોવા છતાં બાળકો તે નથી પીતા તો કોફી કે ચોકલેટ ફ્લેવર થતા
પીશે.

**લો કેલરી શેક બનાવવો હોય તો સ્કીમ્ડ મિલ્ક વાપરવું.

Leave a Reply