રાગી-ખજૂરના સુગર ફ્રી અડદિયા![]() સામગ્રીઃ ૧૦૦ ગ્રામ રાત્રીનો કકરો લોટ, ૧૦૦ ગ્રામ અડદનો કકરો લોટ, ૨૫ ગ્રામ ગુંદ, ૨૦૦ ગ્રામ ખજૂરના નાના પીસ, ૧૦૦ ગ્રામ અંજીરના નાના ટુકડા, ૧૦૦ ગ્રામ જરદાલુના ટુકડા, ૧૫૦ ગ્રામ મીક્સ ડ્રાયફ્રુટ ટુકડા, ૨૦ ગ્રામ અડદીયા મસાલો, ૧ ટી. સ્પૂન જાયફળ, જાવંત્રી, એલચી પાવડર, ૨૫ ગ્રામ મગજતરી, ૨૦ ગ્રામ મરી (અધકચરા ખાંડેલો) દૂધ ૨ ટે. સ્પૂન, ઘી જરૂર મુજબ સજાવટ માટે : બદામના ફાડીયારીત : રાગી-અડદના લોટમાં ઘી-દૂધનો ધાબો દઈ ૩૦ મિનિટ રાખી ચાળી લેવું. ઘી ગરમ કરી ગુંદ તળી લેવો. ખજૂર અંજીર- જરદાલુના ટુકડાને ઘીમાં સાંતળી લેવા, વધેલ ઘીમાં લોટને મધ્યમ તાપે શેકી નીચે ઉતારી તેમાં સાંતળેલ ખજૂર, અડદીયા મસાલો, તળેલો ગુંદર અને બાકીની બધી સામગ્રી બરાબર મિક્સ કરી અડદીયાનો આકાર આપી ઉપર બદામના ફાડીયાથી સજાવટ કરી સર્વ કરવું. |