ડ્રાય ફ્રૂટ્સ એન્ડ ખજૂર લડ્ડુ

ડ્રાય ફ્રૂટ્સ એન્ડ ખજૂર લડ્ડુ


સામગ્રીઃ 
કાજુ - પા કપ, બદામ - પા કપ, પિસ્તા - પા કપ, બી કાઢીને સમારેલી ખજૂર - અડધો કિલો, ઘી - બે ટેબલસ્પૂન, ક્રશ કરેલો ગુંદ  - એક ટેબલસ્પૂન, શેકેલી ખસખસ - એક ટેબલસ્પૂન, લીલી ઇલાયચીનો ભૂકો - એક ટીસ્પૂન, જાયફળનો ભૂકો - અડધી ટીસ્પૂન.
રીતઃ 
૧. ખજૂરને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો અને એક વાટકામાં લઈ લો. કાજુ, બદામ અને પિસ્તાને અધકચરા ક્રશ કરી લો.
૨. કઢાઈમાં એક ટેબલસ્પૂન ઘી ગરમ થવા મૂકો. તેમાં ગુંદ નાંખીને તે સોનેરી રંગનો થાય ત્યાં સુધી તળો. ત્યાર બાદ તેને બહાર કાઢી લઈને એક બાજુએ મૂકો.
૩. તે જ કઢાઈમાં બાકીનું ઘી ઉમેરીને અધકચરા ક્રશ કરેલા ડ્રાય ફ્રૂટ્સ અને ખસખસ સાંતળો. તેમાં ખજૂર નાંખી બરાબર હલાવો. ખજૂર એકદમ બરાબર ગરમ થઈ જાય ત્યાં સુધી સાંતળો.
૪. મિશ્રણને પ્લેટમાં લઈને થોડું ઠંડું થવા દો.
૫. તેમાં લીલી ઇલાયચીનો ભૂકો અને જાયફળનો ભૂકો ઉમેરો. ક્રશ કરેલો ગુંદ તેમાં ઉમેરો. બધું બરાબર હલાવીને મિક્સ કરો અને તેનો મોટો ગોળો વાળો.
૬. મિશ્રણના નાના-નાના લાડુ વાળો.
૭. એકદમ ઠંડા પડવા દો અને પછી એરટાઇટ ડબ્બામાં ભરી લો.

Leave a Reply